શ્રેણી પરાજય વિરાટ માટે ‘લકી’: હવે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ જીતશે!

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી ગુમાવી દીધી છે, પરંતુ આ પરાજય વિરાટ કોહલી માટે મોટી ભેટ બની શકે છે. ચોંકશો નહીં, ઓસ્ટ્રેલિયા સામે થયેલો પરાજય વિરાટ કોહલી માટે બહુ જ ‘લકી’ છે અને હવે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ જીતી જશે એટલું નક્કી છે. આ કોઈ મજાક નથી, જો ઇતિહાસ પર નજર કરવામાં આવે તો આ વાતમાં દમ દેખાઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે ૩-૨થી હાર્યા બાદ ટીમ ઇન્ડિયાના વર્લ્ડકપ જીતવાના ચાન્સ વધી ગયા છે, કારણ કે ટીમ ઇન્ડિયાએ બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનતા પહેલાં આવી જ રીતે શ્રેણી ગુમાવી હતી. વર્ષ ૧૯૮૩માં વર્લ્ડકપ પહેલાં રમાયેલી વન ડે શ્રેણી ૨-૧થી ગુમાવી હતી, ત્યાર બાદ કપિલ દેવની ટીમે પહેલી વાર વર્લ્ડકપ જીત્યો હતો.

ત્યાર બાદ વર્ષ ૨૦૧૧માં પણ કંઈક એવું જ બન્યું. ભારતીય ટીમે વર્લ્ડકપની પહેલાં ૩-૨થી શ્રેણી ગુમાવી અને ધોનીની કેપ્ટનશિપમાં ભારત ૨૮ વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું. હવે ફરી એક વાર વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમે વન ડે શ્રેણી ગુમાવી છે. ઇતિહાસ પર વિશ્વાસ કરવામાં આવે તો વિરાટના નેતૃત્વમાં ભારત ફરી એક વાર વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે.

You might also like