સ્ત્રીઓનાં આ અંગો પરથી જાણી શકાય છે તેનું ભવિષ્ય

અમદાવાદ : સમુદ્રશાસ્ત્રની સાથે જ કેટલાક એવા પુરાણો છે જેમાં સ્ત્રીઓનાં શારીરીક બાંધા પરથી તેનાં ભાગ્ય અંગેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. અથવા તો તેનું આગામી જીવન કેવું રહેશે તે અંગેનો આછડતો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. જેમ કે સ્ત્રીનાં શરીરમાં રહેલા કેટલાક અંગો મોટા હોય તો તેનાંથી તેનું જીવન વૈભવી રીતે પસાર થાય થાય તેવું સુચવી જતા હોય છે. આવો જાણીએ આ અંગેની માહિતી ….

લાંબા વાળ : સ્ત્રીઓનાં લાંબા વાળ તેનાં સૌદર્યની સાથે જ ભાગ્યનું પણ પ્રતિક છે. લાંબા અને ઘાટાવાળ સ્ત્રી ભાગ્યશાળી હોવાની નિશાની છે. આ જ કારણ છે કે દેવીની પ્રતિમાઓમાં લાંબા અને કાળાઘાટ્ટાવાળ દેખાડવામાં આવે છે. લાંબાવાળ શુભતા અને ભાગ્યશાળી હોવાનું પ્રતિક માનવામાં આવે છે.

લાંબી ગર્દન : સ્ત્રીઓની ગરદન લાંબી હોવી તે શુભ લક્ષણ માનવામાં આવે છે. લાંબી ગર્દનવાળી સ્ત્રીઓ એશ્વર્ય ભોગવનારી હોય છે. લાંબી ગર્દન ઉપરાંત જો તે પાતળી હોય તો સ્ત્રીની સુંદરતામાં પણ વધારો થતો હોય છે.

મોટા વક્ષ : સ્ત્રીઓમાં મોટા સ્તન હોવા પણ સુખ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આ સ્ત્રીની વૈભવી જીવનું પ્રતિક અને સુચક માનવામાં આવે છે.

મોટી નાભી : સ્ત્રીઓમાં ઉંડી અને મોટી નાભીનું મહત્વ છે. મોટી અને ઉંડી નાભી ઉપરાંત તે જમણીબાજુ વળેલી હોય તો તેને પણ શુભ માનવામાં આવે છે. આવી નાભીવાળી સ્ત્રીઓ ઘન, સુખ અને સંતાનથી સંપન્ન પારિવારિક જીવનનો આનંત લેતી હોય છે.

લાંબી અને પૃષ્ટ જાંધ : જે સ્ત્રીઓની જાંધ પૃષ્ટ અને માંસલયુક્ત હોય છે તે મહિલાઓને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. જાંધ માંસલ હોય અને પૃષ્ટભાગ હોય તો તે સ્ત્રીનું જીવન વૈભવી ગણાય છે.

લાંબા કાન : સ્ત્રીઓનાં લાંબા કાન તેની લાંબી ઉંમરને દર્શાવે છે. લાંબા કાન અને તેની બુટ્ટી છુટી હોય તો તે સુખ અને એશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે.

લાંબા હાથ : જે સ્ત્રીઓનાં હાથ લાંબા હોય છે તે સૌભાગ્ય અને સ્મૃદ્ધી પ્રાપ્ત કરે છે. સીતાજીનાં હાથ લાંબા હોવાનો પણ રામાયણમાં ઉલ્લે્ખ જોવા મળી રહ્યો છે.

લાંબા પગ : સ્ત્રીઓમાં લાંબા અને મુલાયમ પગ માતા લક્ષ્મી સમાન શુભ માનવામાં આવે છે. લાંબા પગ અને પાની જો ઉંચી હોય તો તે સ્ત્રીને વધારે શુભ માનવામાં આવે છે.

મોટુ માથુ : મોટુ માથુ પણ સ્ત્રીઓને ભાગ્યશાળી માનવામાં આવે છે. સ્ત્રીઓનાં ઘાટાવાળ ઉપરાંત ઘાટીલું અને મોટુ માથુ હોય તો તેને શુભ માનવામાં આવે છે.

You might also like