લખનૌ શતાબ્દી અેકસપ્રેસમાં બોમ્બની બાબત અફવા નીકળી

નવી દિલ્હી: પઠાણકોટ અેરફોર્સ પર આતંકવાદી હુમલો થયાના આગ‍ળના દિવસે જ લખનૌ શતાબ્દી અેકસપ્રેસમાં બોમ્બ મુકાયો હોવાના સમાચાર મળ્યા હતા. આ બાબતે તપાસ કરવામાં આવતા અંતે આ સમાચાર અફવા સાબિત થઈ હતી.

આ ટ્રેન જ્યારે નવી દિલ્હીથી સવારે ૬-૧૦ કલાકે રવાના થઈ હતી. ત્યારે ટ્રેન ગાઝિયાબાદ પહોંચે તે પહેલાં ટ્રેનમાં બોમ્બ હોવાના સમાચારથી અફરાતફરી મચી ગઈ હતી. તે ટ્રેનને ગાઝિયાબાદમાં જ રોકી દેવામાં આવી હતી. જોકે લગભગ બે કલાકનાં સર્ચ ઓપરેશન બાદ ટ્રેનમાં કાંઈ જ વાંધાજનક ચીજ નહિ મ‍ળતાં ટ્રેનને ૭-૪૨ કલાકે રવાના કરી દેવામાં આવી હતી. આ પહેલાં ડોગ સ્ક‍વોડે પણ પૂરેપૂરી તપાસ કરી હતી. પરંતુ કાંઈ જ હાથ લાગ્યું ન હતુ. આ વખતે બોંબ વિરોધક ટીમ પણ હાજર હતી.

આ અંગે મળતી માહિતી મુજબ મુંબઈ અેટીઅેસે ઉત્તર રેલવેને બોમ્બની જાણકારી આપી હતી. જોકે ઉત્તર રેલવેના સીપીઆરઓઅે તેને અફવા ગણાવી હતી અને જણાવ્યું હતું કે ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. તેમજ ગાઝિયાબાદ તથા નવી દિલ્હીમાં તપાસ થઈ હતી.

You might also like