લખનઉ યુનિવર્સિટી આપશે ખરાબ ટીચરનો એવોર્ડ : શિક્ષકો વિરોધમાં ઉતર્યા

લખનઉ : તમે બેસ્ટ ટીચરના એવોર્ડ વિશે તો સાંભળ્યું જ હશે. પરંતુ શું ક્યારેય ખરાબ ટીચરનાં એવોર્ડ અંગે સાંભળ્યું છે. લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટીએ ફાઉન્ડેશન પ્રસંગે આ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. જો કે આ પ્રસ્તાવ બાદ હોબાળો મચી જવા પામ્યો છે. શિક્ષકોએ કુલપતિના નિર્ણયની વિરુદ્ધ યૂપીનાં મુખ્યમંત્રી અને રાજ્યપાલને ફરિયાદ કરી છે.

જો કે કુલપતિનું કહેવું છેકે અભ્યાસનું સ્તર સુધારવા માટે આ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ટીચર્સ એસોસિએશન તેનો વિરોધ કરી રહ્યું છે. મુખ્યમંત્રી અને ગવર્નરને પત્ર લખીને વીસીની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ વીસીએ તેમનાં આદેશથી પાછા હટવાની મનાઇ કરી દીધી છે.

કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટીના ફાઉન્ડેશન ડે પ્રસંગે દર વખતે શિક્ષકોનાં નામની જાહેરાત કરવામાં આવે છે. શિક્ષકોને સર્ટિફિકેટ અને ઇનામ આપીને સ્નમાનિત કરવામાં આવે છે. આ વખતે પ્રો. રવિકાંતે આદેશ આપ્યો કે બેસ્ટ ટીચરની સાથે સાથે સૌથી ખરાબ ટીચરની પણ પસંદગી કરવામાં આવવી જોઇએ.

You might also like