એમપી ટ્રેન વિસ્ફોટ આતંકવાદી હૂમલો : લખનઉ એન્કાઉન્ટર સાથે જોડાયા તાર

લખનઉ : પોલીસ અને કથિત આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે એક નવી વાત સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર કથિત આતંકવાદીની લખનઉ ટ્રેન કાંડમાં પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડનાં સુત્રો અનુસાર યૂપીમાં હાઇપ્રોફાઇલ વારાણસી સહિત કેટલીક મહત્વનાં સ્થલો પર અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા મંગળવારે એક ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો. જેને પહેલા ટ્રેનમાં મોબાઇલ ચાર્જિંગ દરમિયાન થયેલો વિસ્ફોટ ગણાવાયો હતો.
બીજી તરફ આ મુદ્દાનાં તાર લખનઉ અને કાનપુરથી પણ જોડાઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ આ મુદ્દાનાં તાર લખનઉ અને કાનપુર સાથે પણ જોડાઇ રહ્યા છે. ટ્રેનમાં બ્લાસ્ટ ફરીથી તેની સાથે જોડાયેલા શંકાસ્પદની ધરપકડ અને ત્યાર બાદ લખનઉમાં એન્કાઉન્ટર અને અખિલેશમાં કાનપુરમાં ધરપકડ કોઇ મોટા કાવત્રા તરફ ઇશારા કરી રહી છે. પોલીસ ટુંકમાં આ દિશામાં ઘણા મોટા ખુલાસાઓ કરી શકે છે.

You might also like