દિલ્હી ઉપરાજ્યપાલે આપની ઓફીસ ફાળવણી રદ્દ કરી દીધી

નવી દિલ્હી : દિલ્હીનાં ઉપરાજ્યપાલે આમ આદમી પાર્ટીને ઓફીસ માટે મળેલ રાઉસ એવન્યુ બંગલાની ફાળવણી રદ્દ કરી દીધી છે. જાણકારી અનુસાર શુંગલુ કમિટીનાં રિપોર્ટ બાદ આ પગલુ ભરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે શુંગલુ કમિટીનાં રિપોર્ટ બાદ આમ આદમી પાર્ટીની ઓફીસનાં એલોટમેન્ટનો વિવાદ ચગ્યો હતો.

વિવાદ થયા બાદ દિલ્હીનાં એલજી અનિલ બૈજલે શુક્રવારે ઓફીસ ફાળવણીને રદ્દ કરી દીધી હતી. આ માહિતી આપ નેતા સંજય સિંહે મીડિયાને આપી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી સાથે અન્યાય થઇ રહ્યો છે.

શુંગલૂ સમીતીએ રિપોર્ટમાં કહ્યું હતું કે દિલ્હીમાં કેજરીવાલ સરકારે આમ આદમી પાર્ટીની ઓફીસ આપવા માટેની જે પ્રક્રિયા અખતિયાર કરી બિનકાયદેસર છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિનદયાલ ઉપાધ્યાય માર્ગ પર 206 રોઝ એવન્યુ આપને ઓફીસની ફાળવણી કરવામાં આવી છે.

You might also like