તિરૂપતિમાં અમિત શાહ “Go Back”નાં સૂત્રોચ્ચાર, TDP કાર્યકર્તાઓનો ઉગ્ર વિરોધ

તિરૂપતિઃ અલીપીરીમાં શુક્રવારનાં રોજ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)નાં કાર્યકર્તાઓએ ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ધ પ્રદર્શન દરમ્યાન તેઓનાં કાફલાનાં એક વાહન પર કથિત રૂપથી પથ્થર પણ ફેંકવામાં આવ્યો. જો કે વાહન પર પથ્થર અથડાયા બાદ તે વિસ્તારમાં ભારે તણાવ પણ સર્જાઇ ગયો હતો.

આ ઘટના સમયે અમિત શાહ તિરૂમલા પહાડીઓથી રેનીગુંતા હવાઇઅડ્ડા તરફ જઇ રહ્યાં હતાં. આ ઘટના બાદ ભાજપ અને ટીડીપી કાર્યકર્તાઓની વચ્ચે ઝપાઝપી થવાની સૂચના પણ પ્રાપ્ય છે.

પથ્થર કાફલાની એક ગાડી સાથે ટકરાતા વધ્યો તણાવઃ
ટીડીપી કાર્યકર્તાઓએ નારેબાજી કરતા એવી માંગ કરી કે કેન્દ્ર પુનર્ગઠન અધિનિયમ, 2014માં આંધ્રપ્રદેશને કરવામાં આવેલ દરેક વાયદાઓ પૂર્ણ કરે. આ દરમ્યાન “અમિત શાહ Go Back”નાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યાં. આ સાથે જ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. રાજ્યનાં ઉપમુખ્યમંત્રી એન ચીના રાજપ્પાએ ઘટનાની પુષ્ટિ કરી છે.

તેઓએ જણાવ્યું કે અજ્ઞાત બદમાશોએ આ ઘટનાને અંજામ આપેલ છે. જો કે પથ્થર શાહની ગાડીએ અથડાયેલ નથી. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂએ પણ આ ઘટનાને માટે કાર્યકર્તાઓની આલોચના કરી છે. આ પહેલાં સવારે તિરૂમલામાં વેંકટેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

You might also like