હવે દર મહીને નહીં વધે એલપીજીનાં ભાવ, સરકાર કરી શકે છે મોટી જાહેરાત

દર મહિને રસોઇ ગેસ સિલિન્ડરનાં ભાવોમાં થતાં વધારાથી જો આપ હેરાન  છો તો હવે નવાં વર્ષમાં કેન્દ્ર સરકાર આપને મોટા રાહતનાં સમાચાર આપી શકે છે.

એક ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર સરકાર આ મામલે જલ્દી હવે નિર્ણય લઇ શકે છે. 1લી ઓક્ટોમ્બરથી ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ એલપીજીનો ભાવ વધાર્યો નથી. જો કે માર્ચ 2018 સુધી સબસિડી આને ખતમ કરવા સરકાર અને કંપનીઓ પોતાની તરફથી સંપૂર્ણ કોશિશ કરી રહી છે.

ઓઇલ કંપનીઓએ ઓક્ટોમ્બર સુધી પાછલાં 17 મહિનાઓમાં 19 વાર ભાવ વધારી દીધાં છે. આ પ્રકારે એલપીજીની કિંમતમાં 76.50 રૂપિયાનો વધારો થઇ ગયો છે. સાર્વજનિક ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કંપની પાછલા વર્ષે જુલાઇમાંથી એલપીજીનાં ભાવ દર મહીનાંની પહેલી તારીખથી વધારતી આવી છે. જેથી સરકારી સબસિડીને 2018 સુધી સમાપ્ત કરવામાં આવી શકે.

દેશભરમાં અંદાજે 18.11 કરોડ એલપીજીનાં ગ્રાહકો છે કે જે સબસિડીવાળા સિલિન્ડર લેતાં હોય છે. આમાં 3 કરોડ ગરીબ મહિલાઓ શામેલ છે કે જેને ઉજ્જવલા સ્કીમ અંતર્ગત મફ્ત કનેક્શન આપવામાં આવ્યું હતું. આ સિવાય 2.66 કરોડ ગ્રાહકો એવાં પણ છે કે જેને પોતાની સબસિડીને છોડી દીધી છે.

You might also like