વધુ એક મોંઘવારીનો ફટકો, LPG સિલિન્ડર મોંઘા થયા

નવી દિલ્હીઃ હોળી પહેલાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થવા અંગેની જાહેરાત કંપનીઓએ કરી દીધી છે. હવેથી સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 86 રૂપિયાનો વધારો થયો છે. જો કે સબસિડી વાળા સિલિન્ટર પર આ વધારાની કોઇ જ અસર નથી. એ અલગ વાત છે કે સબસિડી વાળા સિલિન્ડર પર પહેલાં તો 86 રૂપિયા આપવા પડશે. જે પાછળથી ગ્રાહકના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે.

એટલે કે દિલ્હીમાં પ્રતી એલપીજી સિલિન્ડર વ્યક્તિીને 737 રૂપિયા આપવા પડશે. પરંતુ જે સરકાર પાસેથી સબસિડીનો લાભ લઇ રહ્યાં છે. તેને 303 રૂપિયા પરત મળશે. આ રીતે સબસિડી વાળા ગેસની કિંમત 434 રૂપિયા થશે. સરકારનું કહેવું છે કે ગેસ સબસિડી વાળા સિલિન્ડરમાં  વધારો આંતરરાષ્ટ્રીય કિંમતમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે.

http://sambhaavnews.com/

 

You might also like