ધર્મસ્થાનોમાં હવે નહીં આપી શકાય ‘મનફાવે’તેવો પ્રસાદ,FSSAIએ જાહેર કર્યા નિયમ

દિલ્હી સ્થિત ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા તેમજ રાજ્ય સરકારના ફુડ વિભાગ સાથે સેમીનાર યોજાયો હતો. રાજ્યભરના વિવિધ ધાર્મિક યાત્રાધામોમાં મળતા પ્રસાદ, ભોગ તેમજ ભોજનાલયોમાં ગુણવત્તાસભર પ્રસાદ અને ભોજન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નિયમો અમલી બનાવવામાં આવશે.

પ્રસાદ કે ભોજન આરોગ્યપ્રદ આપવું પડશે. લોકો જે વસ્તુ આસ્થા અને વિશ્વાસ સાથે લે છે તેમાં અમલ કડક નિયમોનો અમલ કરવામાં આવશે.રાજ્યભરના વિવિધ ધાર્મિક યાત્રાધામોમાં અપાતા પ્રસાદ (ભોગ) તેમજ ભોજનાલયોમાં હવે ગુણવત્તા સભર પ્રસાદ અને ભોજન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા નીયમો અમલી બનશે.

પ્રસાદ ભોજન આરોગ્યપ્રદ આપવું પડશે. લોકો જે વસ્તુ આસ્થા અને વિશ્વાસ સાથે લે છે તેમાં કડક નીયમો અમલ કરાશે.ધાર્મીક-યાત્રાધામો જેવા સ્થળો પર ફુડ સેફ્ટી લાઈસન્સો પણ લેવાના રહેશે તેવી માહિતી દિલ્હી અને ગાંધીનગરથી ઉપસ્થીત રહેલા અધીકારીઓએ સમગ્ર રાજ્યના તીર્થ સંચાલકો અધીકારીઓને સમજ સાથે માર્ગદર્શન આ સેમીનારમાં આપ્યું હતું. તો આ નીયમના કારણે હવે તમામ ધાર્મીક સ્થાનો પર ટુરીસ્ટોને પ્રસાદ ભોગ તેમજ ભોજન ગુણવત્તા વાળું મળે તેવો સમગ્ર સેમીનાર નો હેતુ રહ્યો હતો.આ આયોજન ભારત અને ગુજરાત સરકારના સયુક્ત ઊપક્રમે કરાય રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રયોજનનો હેતુ એ છે કે તમામ ધાર્મીક સ્થાનોમાં અપાતું ભોજન તેમજ પ્રસાદ ભોગ જે લોકો આસ્થા સાથે લેતા હોય છે. તેને ગુણવત્તા સભર મટીરીયલ્સમાંથી બનેલું શુધ્ધ ક્વોલેટીનું મળે તે હેતું છે. પ્રસાદ કે ભોજન કેવી રીતે બનાવવુ બન્યા બાદ કેવી જગ્યા પર સ્ટોર કરવું, બનાવનાર કેવો હોવો જોઈએ, બનાવનારનું આરોગ્ય કેવુ છે સહીતના પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન કરાયું છે.સાથે તમામ સ્થાનોએ લાઈસન્સ લેવું તેમજ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત કરાયુ છે. સાથે આ સમજથી ઊપસ્થીત તમામ સંચાલોકોએ આ વાતને ખુશી સાથે સ્વીકારી છે. સાથે આ કાયદો ન પાળનારાને કઈ સજા કે નિયમો લાગુ પડશે તેની સમજ અપાય છે.આજે આ કાર્યક્રમની શરૂઆત સોમનાથથી કરી છે.

જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલ વિવિધ સંપ્રદાયો ધર્મોના સ્થળો પર અપાતા પ્રસાદ ભોગ ભોજન નાસ્તો વગેરે બનાવનારા-વિતરણ કરનારાઓ તેમજ તેવી ગુણવત્તા તેમજ શૂધ્ધતા બાબતે તમામને માર્ગદર્શન અપાયું છે. સાથે લોકો અહીંથી આસ્થા અને શ્રધ્ધા સાથે લેતા ભોજન પ્રસાદ વગેરે બાબતે જાગૃત ન હોવાથી ગમે તેવી વસ્તુઓ વપરાતી હોય ત્યારે મહારાષ્ટ્ર, તામીલનાડુ સહિત સ્થળો પર અમલવારી કરાય રહી છે.ત્યારે રસોડાથી લઈ સ્ટોર રૂમ રસોઈ બનાવવા સમયની જરુરી સાવધાની બાબતે તમામને માર્ગદર્શન સુચનો અપાયા છે. તેમજ અમારા દ્રારા સમયાંત્તરે સરપ્રાઈઝ ચેકિંગ પણ થશે સાથે લાઈસન્સો પણ તમામે લેવાના રહેશે અને તેમા ભુલ કે અમલ ન કરનારા ને સજા પણ જરૂરથી કરાશે.

You might also like