હવે ડાયાબિટીસના દર્દીઅો પણ ખાઈ શકે તેવા ભાત શોધાયા

ડાયાબિટીસના દર્દીઅોને સામાન્ય રીતે ચોખા અોછા ખાવાની સલાહ અાપવામાં અાવે છે. કારણ કે ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ અોછો હોય છે. અા ઇન્ડેક્સ જણાવે છે કે કોઈપણ ખાદ્ય ચીજ કેટલીવારમાં પચીને ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત થતી ચીજોનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઊંચો કહેવાય છે અને ધીમે પચતી ચીજોનો નીચે. જો ખોરાક ઝડપથી પચીને ગ્લુકોઝમાં પરિવર્તિત થતો હોય તો જમ્યા પછી ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત થતો હોય તો બ્લડ સુગર વધી જવાની તકલીફ રહે છે. પરંતુ હવે રાયપુરની ઇન્દિરા ગાંધી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિસર્ચરોઅે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતા ચોખાની જાત શોધી કાઢી છે. અા ચોખા ધીમે ધીમે પચે છે અને બ્લડ સુગર અચાનક વધારી દેતા નથી. છત્તીસગઢમાં અા ચોખા ચપાતી ગુરમતિયાના નામે અોળખાય છે. વૈજ્ઞાનિકો અા ચોખાને મધુરાજ ૫૫ નામ અાપશે.

You might also like