લો ફેટના લેબલ સાથે મળતા નાસ્તા તમને મેદસ્વી બનાવે તો નવાઈ નહીં

કેટલીકવાર હોલગ્રેન કે મલ્ટીગ્રેન અથવા લો સુગર કે લો કોલેસ્ટ્રોલ જેવા લેબલો સાથે મળતી વાનગીઓને અાપણે સુપર હેલ્ધી ફૂડ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, પરંતુ ખરેખર અા બધી વસ્તુ એટલી હેલ્ધી હોતી નથી.

બ્રિટનના એક ન્યુટ્રીનિસ્ટનું કહેવું છે કે અાવી બધી વસ્તુઓમાં ખૂબ જ સુગર હોય છે જે તમને કદાચ ઈન્સ્ટન્ટ એનર્જી અાપી શકે છે પરંતુ લાંબાગાળે તે તમને મેદસ્વી બનાવી શકે છે.

ઝડપથી પચીને ઝડપથી એનર્જી અાપે તેવા ફૂડના બદલે એવી વસ્તુઓ પસંદ કરવી જે ધીમે ધીમે પચીને ધીમે ધીમે એનર્જી અાપે. જેમ કે હોલગ્રેન તોસ્ટ પર પીનટ બટર લગાવવું, સ્મુધીના બદલે માત્ર દૂધ પીવું, ફ્રૂટ જ્યુસના બદલે ફ્રૂટ્સ ખાવા.

You might also like