લો, બ્લડ શુગર હાર્ટ માટે જોખમી

હંમેશાં હાઈ બ્લડ-શુગર જ નહીં, વધુપડતી લો બ્લડ-શુગર રહેતી હોય તો એ પણ હૃદય માટે જોખમી છે. હાઈપોગ્લાઈસેમિયા તરીકે ઓળખાતી અા સ્થિતિ મોટા ભાગે ડાયાબિટિક દરદીઓમાં વધુ જોવા મળે છે.

અા દરદીઓ ઈન્સ્યુલિન હોર્મોન્સનાં ઈન્જેક્શન્સ અથવા તો પિલ્સ લેતા હોય છે જેનો ડોઝ વધી જવાથી અચાનક જ લોહીમાં શુગરનું પ્રમાણ ઘટી જઈ શકે છે.

રિસર્ચરોએ નોંધ્યું હતું કે અામ અચાનક જ હાઈપોગ્લાઈસેમિયાના અવારનવાર શિકાર બનતા દરદીઓમાં પણ હૃદયની કાર્યક્ષમતા ઘટવાનું જોખમ વધારે હોય છે.

You might also like