પ્રેમના અમી છાંટણા…

જ્યારે તમે પ્રેમમાં હોવ છો, ત્યારે તમારી અંદરના અંતર્નિહિત ગુણો હજારગણા વધી જાય છે.

પ્રેમ વિશ્વનું સૌથી સુંદર તત્ત્વ છે. સૌથી રંગીન, સૌથી વધુ હૃદયસ્પર્શી. સૌથી વધુ મોહક કથાઓ, સૌથી વધુ હૃદય-ભંજક કવિતાઓ, સૌથી વધુ સંવેદનશીલ ફિલ્મો, સૌથી વધુ તંગદિલ રંગ-છટા પ્રેમની છે, પ્રેમ પર છે. આ વિશ્વ પ્રેમથી ચાલે છે, પ્રેમથી નાશ પણ પામે છે.

તમામ વસ્તુઓ એક્સપાયરી ડેટ સાથે આવે છે. પ્રેમ, સ્નેહ, ભરોસો, અંતરંગતા, ભોળપણ, સહજ વિશ્વાસ. બધું જ વિશ્રાંત વય સધી.

* * *

પ્રેમ જેટલું સુખ આપે છે એટલી જ યાતના. જેટલા ઉપર ચઢાવે છે, અનેક વખત એટલા જ નીચે પણ પછાડે છે.

પ્રેમમાં હોવું અને પ્રેમ થઈ જવો બંને ભિન્ન પ્રકૃતિની ચીજ છે. ઘણીવાર તફાવત અનુભવાતો નથી અને બંને વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય છે.

* * *

પ્રેમ નરમ, હૂંફાળા રૃનો ગોટો છે, શિયાળાની શીતળ સવારમાં કૂણો તડકો અને કડક ચાય છે, ગરમીની ગરમ બપોરે ઠંડી કુલ્ફીનો સ્વાદ છે, રાત્રીની મીઠી ઊંઘ છે, સુકનિયાળ દિવસ છે, ઉજાસ અને ઉત્સુકતાપૂર્ણ જીવનની સંભાવના છે, ખુદને રિ-ઇન્વેસ્ટ કરવાનો અવસર છે.

* * *

પ્રેમ એક તીખો, તીવ્ર નશો પણ છે, સમ્મોહન છે જેમાં દિલ જ દિલ છે, પાગલ ઝનૂન છે, ન આરંભ ન અંત છે, માત્ર એક શખ્સ અને એક ઈશ્ક બસ. એક આખી દુનિયા આ મહોબ્બત સામે ન્યોચ્છાવર છે. દિલ એકાકી શિકારી છે,

ઓદાંત- ધ હાર્ટ ઈઝ એન ઓર્ગન ઓફ ફાયર. દિલ એક ધબકતો આગનો

ગોળો છે.

* * *

મલ્લિકાર્જુન મંસુરને સાંભળવા, ઉસ્તાદ બિસ્મિલ્લાખાનનું નિષ્કપટ હાસ્ય અને તન્મય શરણાઈ-વાદન પણ પ્રેમ છે, મહેંદી હસનના મખમલી સ્વરો પ્રેમ જ તો છે, સમરેશ બસુની ‘કોથાય પાબો તારે’ પણ મહોબ્બત છે, ફણિશ્વરનાથ રેણુની પરિકથા અને એની આપાની જિલાવતન પ્રેમ નહીં તો શું છે!

* * *

ચાલતાં-ચાલતાં એક વખત ધુમ્મસમાં ખોવાઈ જવું અને એક વખત એ મીઠા કૂવાનું પાણી ચાખી લેવું. એક વખત તારી સાથે ગુસ્સે થયા વિના વાત કરવી અને એક વખત પ્રેમ, માત્ર એક વખત… ફરી એક વખત નફરત. યોગ્ય પ્રકારે નફરત, ન એક અંશ ઓછી ન એક ઇંચ વધુ, ભરપૂર પૂરી તાકાતથી… અને એ પછી તને ભૂલી જવું… અને ઇચ્છવું કે તું મારી પાછળ પાગલ થઈ જાય. જા, મારા વિના મરી જા… એક વખત.

બીજી જિંદગી બીજીવાર, જોયું જશે… ફરી એક વાર. એક આવો પ્રેમ પણ પ્રેમ છે.

* * *

બાળકનું દૂધમલ હાસ્ય, માતાનો દુલાર, અંતરંગ સખાનું આશ્વાસન, સહોદરનો સ્નેહ, પ્રિયા અને પ્રેમીની તીવ્ર ચાહત… પ્રેમ ભેંકાર ગલીઓના વાંકાચૂકા, ઘુમાવદાર રસ્તાઓ પર વિહરવું એ પ્રેમ છે, પોતાની જાતને થોડા વધુ મોટા, જરા વધુ ઉદાર, ખૂબ દિલદાર બનાવવું એ પ્રેમ છે.

* * *

જ્યારે તમે પ્રેમમાં હોવ છો, ત્યારે તમારી અંદરના અંતર્નિહિત ગુણો હજારગણા વધી જાય છે. જેવા તમે પઝેસિવ થયા, તો એ પઝેસિવનેસ જાનથી મારી નાખવાની હદ સુધી વધી જાય છે. તમે કોઈની હત્યા કરી શકો છો, ખુદની જાન લઈ શકો છો અને જો તમે ઉદાર બન્યા તો પછી તમને સૂફી બનતાં કોઈ રોકી નહીં શકે. જેને પ્રેમ કર્યો તેનું સારું-ખરાબ બધું જ પ્યારું અને સારંુ. ઈશ્કની પરાકાષ્ટા. સબ્લાઈમ… જિસ સિમ્ત ભી દેખું નજર આતા હૈ કી તુમ હો… (ફરાઝ)

——————————–.

You might also like