પ્રેમિકાનો ગર્ભપાત કરાવી દઈ પ્રેમીએ લગ્નની ના પાડી દીધી

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક યુવતીને નરોડાના જ એક યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાનમાં યુવતીને ગર્ભ રહી જતાં યુવકે તેણીને હોસ્પિટલે લઇ જઇ ગર્ભપાત કરાવી દીધો હતો. યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ આ અંગે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

નરોડા વિસ્તારમાં ર૭ વર્ષીય યુવતી તેના માતા-પિતા સાથે રહે છે. બે વર્ષ અગાઉ નરોડામાં આવેેલી હરિદ્વાર સોસાયટીમાં રહેતા ગૌરાંગ પ્રજાપતિ સાથે તેને પ્રેમસંબંધ બંધાયો હતો. ગૌરાંગે લગ્નની લાલચ આપી અવારનવાર અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઇ જઇ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન યુવતીને ગર્ભ રહી જતાં ૩ જૂનના રોજ પ્રિયલ હોસ્પિટલ ખાતે લઇ જઇ ગૌરાંગે યુવતીના ગર્ભને પડાવી દીધો હતો. ગર્ભ પડાવી નાખ્યા બાદ ગૌરાંગે યુવતીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

બે વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધીને ગર્ભપાત કરાવી દેતાં યુવતીએ ગૌરાંગ વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુુનો નોંધી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like