એક થવા માટે દુનિયાથી દુર થયા છતાં સાથે રહી ન શક્યા…

અમદાવાદ: બાવળાના રજોડા ગામે રહેતી બે યુવતીઓએ અઢી વર્ષની બાળકી સાથે ગત મોડી રાતે સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. એલિસબ્રિજ ગુજરી બજાર પાસે આવેલા વોક-વે પરથી બંને યુવતીઓએ બાળકી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું.

નદીમાં ઝંપલાવતાં પહેલાં વોક-વેની પાળી પર ‘અમે બંને એક થવા માટે દુનિયાથી દૂર થઇ ગયાં હતાં છતાં પણ દુનિયાએ જીવવા ન દીધાં, અમારી સાથે કોઇ પુરુષ નહોતા’ તેવું લખાણ લખ્યું હતું. બંને યુવતીઓ એકબીજાના પ્રેમમાં હતી અને તેના કારણે તેઓએ આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે હાલ આ અંગે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને ગત મોડી રાતે મેસેજ મળ્યો હતો કે એલિસબ્રિજ ગુજરી બજાર પાસે આવેલ વોક-વે પાસે બે યુવતીઓએ નાના બાળક સાથે નદીમાં ઝંપલાવ્યું છે, જેના આધારે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતાં ફાયર બિગ્રેડની ટીમ અને રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસ વોક-વે પાસે પહોંચી ગઇ હતી. ફાયરની ટીમે નદીમાંથી બે યુવતીઓ અને એક નાની બાળકીની લાશ બહાર કાઢી હતી. પોલીસે તપાસ કરતાં એક યુવતીનું નામ આશાબહેન ઠાકોર (ઉં.વ.ર૮) અને બીજી યુવતીનું નામ ભાવનાબહેન ઠાકોર (ઉં.વ.ર૦), નાની બાળકી આશાબહેનની પુત્રી મેઘા (ઉં.વ.ર.પ) હોવાનું જાણવા
મળ્યું હતું.

પોલીસને વોક-વેની પાળી પરથી એક લખાણ મળી આવ્યું હતું, જેમાં ં ‘અમે બંને એક થવા માટે દુનિયાથી દૂર થઇ ગયાં હતાં છતાં પણ દુનિયાએ જીવવા ન દીધાં, અમારી સાથે કોઇ પુરુષ નહોતા.’ ઉપરાંત ત્યાંથી ખમણની ‌િડશ મળી હતી. તે ‌ડિશ પર પણ ‘દુનિયાએ અમને એક ન થવા. લિ. આશા-ભાવના. ક્યારે મળીશું, હવે ક્યારે મળીશું, હવે આવતા જનમમાં પાછાં મળીશું’ પોલીસ તપાસમાં મૃતક આશાબહેન બાવળાનાં અને ભાવનાબહેન રજોડા ગામનાં રહેવાસી હોવાનું જણાવા મળ્યું હતું.

બંને મટોડા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં છેલ્લા પાંચેક મહિનાથી સાથે નોકરી કરતાં હતાં. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ અંગે તેમનાં પરિવારજનોને પણ જાણ હોવાનું બહાર આવ્યું છે.

ત્રણ દિવસ પહેલાં આશાબહેન અને ભાવનાબહેન મેઘા સાથે ઘરેથી નીકળી ગયાં હતાં. અલગ અલગ જગ્યાએ ફર્યા બાદ ગઇ કાલે રાતના ૧૧-૦૦ વાગ્યાની આજુબાજુ એલિસબ્રિજ પાસેના વોક-વે પર આવ્યાં હતાં. જ્યાં બેસી તેઓને ખમણ ખાધાં હતાં. ખમણ ખાધા બાદ નેઇલ પો‌િલશથી વોક-વે અને ખમણની ‌િડશ પર લખાણ લખ્યું હતું અને બાદમાં નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like