૨૦ વર્ષથી રેલવે સ્ટેશન પર પ્રેમિકાની રાહ જોતો પ્રેમી

બીજિંગ: બોલિવૂડના કિંગ ખાન ગણાતા શાહરુખ ખાનની ફિલ્મ વીર ઝારામાં હીરો-હીરોઈન એકબીજાની રાહ જોવામાં ૨૨ વર્ષ વીતાવી દે છે. અાવો જ એક રિયલ કિસ્સો તાઈવાનમાં બન્યો છે. જોકે અા કહાણીમાં હીરો એકલો જ રાહ જોઈ રહ્યો છે. તાઈવાનના શિબુયા સ્ટેશનની બહાર અાહ જી નામનો યુવક તેની પ્રેમિકાની રાહમાં છેલ્લા ૨૦ વર્ષથી બેસી રહ્યો છે. તેનું કહેવું છે કે તે એ છોકરીને ટ્રેનમાં મળ્યો હતો અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. બંનેઅે ડેટ પર જવાનું વચન અાપ્યું હતું અને મળવાની જગ્યા શિબુયા સ્ટેશન નક્કી કરી હતી. બસ ત્યારથી સ્ટેશનની બહાર અાવીને રોજ તેની પ્રેમિકાની રાહ જોતો બેસી રહે છે. શરૂઅાતમાં તેના માતા-પિતા તેને રોજ જમવાનું અને કપડાં અાપી જતાં અને ઘરે અાવવા માટે મનાવતાં હતાં. હવે તેમણે એ પણ છોડી દીધું છે. હવે અાહ જી ભિખારીની જેમ રહે છે પરંતુ ત્યાંથી ખસવા તૈયાર નથી.

You might also like