પ્રેમીએ તરછોડેલી યુવતી પર બળાત્કાર કરનાર વૃદ્ધની ધરપકડ

અમદાવાદ: મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં રહેતી યુવતીને કામની લાલચ આપીને બળાત્કાર ગુજારનાર વૃદ્ધની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. કામ અપાવવાની લાલચે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ચાર દિવસ પહેલાં લગ્નનું વચન આપીને યુવક યુવતીને વડનગરથી ભગાડીને અમદાવાદ લાવ્યો હતો.

વડનગરમાં રહેતી રપ વર્ષીય યુવતી છેલ્લા એક વર્ષથી મયૂર દશરથભાઇ પટેલ નામના યુવક સાથે પ્રેમ કરતી હતી. ૧૧ જૂનના રોજ મયૂર લગ્નનું વચન આપીને યુવતીને વડનગરથી ભગાડી ગાંધીનગર લાવ્યો હતો. ગાંધીનગર એસટી બસસ્ટેન્ડની પાછળ આવેલી અવાવરું જગ્યાએ મોડી રાત્રે મયૂરે

યુવતી સાથે શારિરીક સંબધ બાંધ્યાે હતાે. ત્યારબાદ બીજા દિવસે મયૂર અને યુવતી ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન પહોચ્યાં હતાં. પાણી લઇને આવું છું તેમ કહીને મયૂર રેલવે સ્ટેશનથી ફરાર થઇ ગયો હતો. યુવતીએ રેલવે સ્ટેશન પર મયૂરની શોધખોળ શરૂ કરી હતી. એકાદ બે કલાક શોધખોળ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર યુવતીનો સંપર્ક ૬૩ વર્ષીય હસમુખભાઇ ઉર્ફે બાબુલાલ મકવાણા (રહે ખસીપુરા, રાયપુર) સાથે થયો હતો. યુવતીને કામ અપાવવાની લાલચ આપીને હસમુખ તેના ઘરે લઇ ગયાે હતો.

જ્યાં તેની પર મોડી રાત્રે હસમુખભાઇએ બળાત્કાર ગુજાર્યો હતો અને કોઇને કહી તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. હસમુખભાઇની પડોશમાં રહેતી મહિલાઓ તેને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લાવી હતી. જ્યાં તેણે હસમુખભાઇ વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી. કાગડાપીઠ પોલીસે હસમુખભાઇની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like