અમેરિકાથી આવેલી યુવતીનાં 28 લાખ રૂપિયા લઇ પ્રેમી ગુમ

અમદાવાદ : શહેરનાં ગર્ભશ્રીમંત પરિવારનાં એક યુવકે અમેરિકન યુવતી સાથે છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે. ગર્ભશ્રીમંત પરિવારનાં યુવકે મુળ નેપાળની અને અમેરિકામાં રહેતી યુવતીને છેતરીને પલાયન થઇ ગયો હતો. યુવકે આ યુવતીને લલચાવીને અમેરિકા લઇ આવ્યો હતો. જો કે યુવકે યુવતીને વિશ્વાસમાં લઇને 28 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. જો કે નાણા ઉપાડીને તે ગુમ થઇ ગયો હતો. યુવતીને બે દિવસ તો વિશ્વાસમાં કાઢ્યા હતા. જો કે અંતે યુવતી મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી.

યુવતીએ પોલીસને કહ્યું કે, મને મારા પૈસા પાછા અપાવી દો અને પાછી અમેરિકા મોકલી આપો.છેતરપીંડી કરનાર યુવાન પોતાની બેનનાં ઘરે અમેરિકા ગયો હતો. ત્યાં તેની મુલાકાત નેપાળી યુવતી સાથે થઇ હતી. નેપાળી યુવતી અમેરિકામાં એમબીએ કરતી હતી. યુવકે યુવતીને પ્રપોઝ કર્યું હતું. જો કે યુવતીએ તેની વાત ગંભીરતાપુર્વક લીધી નહોતી. જો કે યુવકે ઇન્ટરનેટ દ્વારા તેનો સંપર્ક સાધ્યો હતો. ત્યાર બાદ યુવતી અમદાવાદ ખાતે યુવકને મળવા માટે આવી હતી.

અમદાવાદ આવ્યા બાદ યુવતીનાં ખાતામાં રહેલા 28 લાખ રૂપિયા યુવકે ખર્ચી નાખ્યા હતા. મોંઘી ખરીદી અને હરવા ફરવામાં બધા નાણા ખર્ચાઇ ગયા બાદ યુવક ગુમ થઇ ગયો હતો. બે દિવસ સુધી યુવકની રાહ જોયા બાદ યુવતીએ તપાસ આદરી હતી. જો કે ક્યાંય યુવક નહી મળતા અંતે તેણે મહિલા પોલીસ સ્ટેશનનું શરણ લીધું હતું. હાલ તો મહિલા પોલીસ સ્ટેશન દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

You might also like