પ્રેમિકાની યાદમાં ૧૦ હજાર ટેડી બિયરથી સ્ટેડિયમ સજાવ્યું

લંડન: બ્રિટનના ૧૪ વર્ષીય એડન જેક્સને પોતાની પ્રેમિકા ઓલિવિયા વોકરને સુંદર અંદાજમાં શ્રદ્ધાંજલિ અાપી. ૧પ વર્ષીય ઓલિવિયાનું મૃત્યુ બે વર્ષ પહેલાં થઇ ચૂક્યું છે, પરંતુ જેક્સનના દિલમાં આજે પણ તેની યાદો તાજી છે.

બંનેની મુલાકાત એક સ્વિમિંગ ક્લબમાં થઇ હતી. તેણે ઓલિવિયાને શ્રદ્ધાંજલિ આપવા માટેના રમત સ્ટેડિયમની સીટો પર ૧૦,પ૦૦ ટેડીબિયર બેસાડી દીધાં. બ્રિટનના વિંડનેસ નિવાસી જેક્સનને આટલાં ટેડીબિયર દર્શકોની સીટ પર બેસાડતાં આઠ કલાકનો સમય લાગ્યો હતો.આટલાં બધાં ટેડીબિયર ભેગાં કરવા માટે પણ તેને મહેનત કરવી પડી, તેમાંથી કેટલાંક ટેડીબિયર તો જેક્સન ચીનથી લાવ્યો હતો.

તેણે જણાવ્યું કે ઓલિવિયાને આ ટેડીબિયર ખૂબ ગમતાં હતાં. તેને સફેદ રંગનાં ટેડીબિયર ખૂબ પસંદ હતાં. એક મહિલાએ તેને પ૦૦ ટેડીબિયર એકસાથે દાનમાં આપી દીધાં. આ ઉપરાંત લોકોએ ટેડીબિયર ચેલેન્જ ગો ફંડની દ્વારા જેક્સનને ઘણાં ટેડીબિયર દાનમાં આપ્યાં. આ ઉપરાંત તેણે પોતાની પ્રેમિકાના નામે ‘ઓલિવિયા એલિસ ફાઉન્ડેશન’ પણ બનાવ્યું છે, જે હો‌સ્પિલમાં સાધનો આપે છે.

You might also like