જાણો કે લવ મેરેજ સારા કે એરેન્જ મેરેજ?

ઘરમાં જ્યારે છોકરા જોવાની વાત ચાલે છે ત્યારે આપણે મિત્રો અને પરિવારના લોકો સાથે વાતચીત કરીએ છીએ કે કયા મેરેજ સારા ? લવ કે અરેન્જ. શું અરેન્જ મેરેજ કરીને પારકા ઘરમાં જીંદગીભર ખુશ રહી શકીશું કે નહીં. એવો વિચાર તમને ડરાવે છે? તો વાંચો આ આર્ટીકલ અને જાણો અરેન્જ મેરેજ સારા હોય છે કે લવ મેરેજ.

લવ મેરેજમાં લગ્ન પહેલા એવું હોય છે કે તમે તમારા પાર્ટનરને સારી રીતે જાણતા હોવ છો. એ તેના ભૂતકાળના રિલેશનશીપ વિશે હોય કે પછી એની પસંદ નાપસંદ માટે હોય. આ બઘી વસ્તુઓમાં લવ મેરેજ સારા હોય છે.
જ્યારે અરેન્જ મેરેજમાં બધુ સરપ્રાઇઝ હોય છે. તેમાં બધુ માતા પિતાના ભરોસા પર હોય છે, જેમાં ફક્ત તમારું મંતવ્ય લેવામાં આવે છે. હા આ મેરેજમાં એક ફાયદો ચોકક્સ થાય છે કે તમે ગમે ત્યારે લગ્ન માટે ના પાડી શકો છો.

લગ્ન કરવા માટે કપલ્સ કેવી રીતે નિર્ણય લે છે?
લવ મેરેજમાં મેરેજનો નિર્ણય એ લોકો લે છે જેમને સાથે જીંદગી વિતાવવાની હોય છે. તેમાં કોઇ ત્રીજું વ્યક્તિ વચ્ચે આવતું નથી. પ્રેમ કરનારા કપલ્સે ઘણા લાંબા સમયથી એકબીજા સાથે સમય પસાર કર્યો હોય છે. તેથી તેમને લગ્ન કરવા માટે ત્રીજા વ્યક્તિની મદદ લેવી પડતી નથી.
જ્યારે અરેન્જ મેરેજમાં માતા પિતા ક્યાંક ને ક્યાંક તો વચ્ચેના માણસની જરૂર પડે છે જે છોકરા અને છોકરીને લગ્ન માટે હા પડાવવા પ્રયત્ન કરે છે. તે લોકો એકબીજાને ઓળખતા ન હોવાથી જ્યારે એ લોકો મળે છે ત્યારે ઘણી મુશ્કેલીથી વાત કરી શકે છે. જેના કારણે તે લોકો એકબીજા માટે બરોબર જાણી શકતા નથી.

લગ્નના દિવસે કપલ્સ કેવું ફીલ કરે છે?
લવ મેરેજમાં  લોકો એવું માને છે કે જાણે તેમને કોઇ યુદ્ધ જીતી લીઘું હોય. તેમનો આટલા વર્ષોનો પ્રયત્ન સફળ થઇ ગયો હોય. જે લોકો તેમના મેરેજના વિરોધી હતાં તે લોકો જ લગ્નના દિવસે તેમને આર્શીવાદ આપે છે.
જ્યારે અરેન્જ મેરેજમાં એક ડર હોય છે. કારણ કે તમારી જીંદગીનો સૌથી મોટો ફેંસલો હોય છે. સાથે સાથે તમારા માતા પિતાની ખુશીની જવાબદારી પણ તમારા હાથમાં હોય છે. તમે એ વાતથી પણ ડરો છો તમારે એકલાએ નહીં પરંતુ હવેથી તમારે બીજા માણસ સાથે સૂવું પડશે.

કપલ્સ કેવી રીતે જીંદગીની શરૂઆત કરે છે?
લવ મેરેજમાં તમે તમારા પાર્ટનરને પહેલાથી જાણો છો એટલે આગળ પણ કોઇ વાંધો આવશે નહીં. જ્યારે પણ ઝઘડો થશે ત્યારે પ્રેમ એવો જ રહેશે. કંઇ પણ થશે પતિ દરેક વાર તેની પત્નીની સાથે ઊભો રહેશે.
જ્યારે અરેન્જ મેરેજમાં સાસરીપક્ષવાળા એમના કરવાની પૂરી કોશિશ કરશે. તમે પણ ધીરે ઘીરે ત્યાં એડજેસ્ટ થવાનું શરૂ કરી દો છો. હવે તમને એવું લાગશે કે તમારા પતિ પહેલા કરતા વધારે પરિચિત છે. અપરિચિત લાગતા નથી. તમે તેના પ્રેમમાં ડૂબવા લાગશો અને ઝઘડાઓમાં પણ અલગ મજા લેશો.

લવ મેરેજમાં તમે પહેલાથી જાણો છો કે છોકરા ક્યારે જોઇએ છીએ અને કરિયર બનાવું કેટલું જરૂરી છે. જ્યારે અરેન્જ મેરેજમાં ઇનલોઝ છોકરા જલ્દી લાવવાનું પ્રેશર કરે છે. જો તમારા ઇનલોઝ તમને સમજે તો સારું છે પરંતુ જો તમને ના સમજે તો ક્યાંક સમાધાન કરવું પડશે.

 થોડા વર્ષો પછી શું થાય છે?
લવ મેરેજમાં હાં તમારી વચ્ચે અણબન અને ઝઘડા જરૂર થશે, પરંતુ તમને કદી તમારા પાર્ટનર સાથે મેરેજ કેમ કર્યા તેનો પસ્તાવો થશે નહીં. જ્યારે તમારો પ્રેમ તમારી સાથે રહેશે તો તમે દુનિયાની બધી મુશ્કેલીનો સામનો કરી શકશો.
જ્યારે અરેન્જ મેરેજમાં લગ્નનાં થોડા વર્ષો પછી તમે એક બીજાને સમજવાનું શરૂ કરી દો છે. સાથે તમારા રિલેશન મજબૂત થવા લાગે છે. અને તેના પરિવારના લોકો તમારા થઇ જાય છે.

લાઇફ પાર્ટનર્સ વચ્ચે થોડા વર્ષો પછી શું થાય છે?
લગ્નને ટકાવવા માટે ફક્ત બે સમજદાર કપલ્સની જરૂર પડે છે. જે એકબીજાની ખામીઓને નજર અંદાજ કરીને લગ્નને સફળ બનાવવાનું કામ કરે છે. લગ્ન ગમે તેની સાથે થયા હોય, પણ એ એક સફરજ હોય છે.

You might also like