મારા માટે પ્રેમ મહત્ત્વનોઃ કેટરીના

કેટરીના કૈફની અા વર્ષે ત્રણ રોમેન્ટિક ફિલ્મ રિલીઝ થઈ રહી છે. અાદિત્ય રોય કપૂર સાથે ‘ફિતૂર’ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘બાર બાર દેખો’ અને રણબીર કપૂર સાથે ‘જગ્ગા જાસૂસ’ અા વર્ષે રિલીઝ થશે. કેટરીના કહે છે કે લાંબા સમયથી મેં લવસ્ટોરી ફિલ્મ કરી ન હતી. અા વર્ષે મારી ત્રણ લવસ્ટોરી રિલીઝ થશે. ખાસ વાત એ છે કે ત્રણેય ફિલ્મો એકબીજાથી સાવ અલગ છે. અા ત્રણેય ફિલ્મ અનોખી છે. ‘ફિતૂર’ એક ક્લાસિક, રોમેન્ટિક અને ભાવુક કરી દેતી ફિલ્મ છે તો ‘જગ્યા જાસૂસ’ વિચિત્ર અને અસામાન્ય ફિલ્મ છે. ‘બાર બાર દેખો’માં પ્રેમનો અલગ અંદાજ બતાવાયો છે, જે અાશ્ચર્યચકિત કરે તેવો છે.

કેટરીના કહે છે કે હું ભાગ્યશાળી છું કે મને એવા ત્રણ ડિરેક્ટર સાથે કામ કરવાનો મોકો મળ્યો, જેમનો અલગ અને અનોખો દૃષ્ટિકોણ છે. પ્રેમ અંગે વાત કરતાં કેટરીના કહે છે કે પ્રેમ અંગે દરેકની માન્યતાઓ અલગ અલગ હોઈ શકે છે. મારા માટે પ્રેમ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. હું જિંદગીમાં તેને ઘણું મહત્ત્વ આપું છું. મારો અા અંગે અાદર્શવાદી દૃષ્ટિકોણ છે. પ્રેમની વ્યાખ્યા કરવી શક્ય નથી. ગાલિબ જેવા મહાન વ્યક્તિ પણ પ્રેમની વ્યાખ્યા કરી શક્યા નથી. તમે શું ઈચ્છો છો અને પ્રેમ કેવો હોવો જોઈએ તેને લઈને તમે કોઈ મંતવ્ય ન અાપી શકો.

You might also like