લાઉડ મ્યુઝિકથી સેકસ લાઇફ વધુ ઉતેજક બને છે

લંડન : બેટર સેકસની ઇચ્છા દરેક યુગલની હોય છે. જોકે એ માટે શું કરવું? વૈજ્ઞાનિકો પણ સેકસલાઇફમાં આવતી મોનોટોની અટકે એ માટે શું સારૃં છે અને યુગલોને કેવા પ્રયોગથી ફાયદો કે નુકસાન થાય છે એ શોધવા સમજવામાં પડયા છે તાજેતરમાં અમેરિકાના રિસચરોનું કહેવું છે કે સારૃં સેકસ માણવું હોય તો લાઉડ મ્યુઝિક શરૂ કરી દો. એ માટે રિસર્ચરોએ સેકસલાઇફનો નહીં. પણ વિવિધ પ્રકારનાં સંગીત સાથે કેવી ફીલિંગ અનુભવાય છે. એનો અભ્યાસ કર્યો હતો.

૩૦,૦૦૦ લોકોને અલગઅલગ પ્રકારના સવાલો પૂછીને એકઠા કરેલા સર્વેમાં અમેરિકન રિસર્ચરોએ તારવ્યું છે કે લાઉડ અને રોમેન્ટિક મ્યુઝિક સાંભળીને વ્યકતિ વધુ સારી પેશનેટ ફીલિંગ્સ અનુભવી શકે છે. રિસર્ચરોનું કહેવું છે કે ગમતું મ્યુઝિક સાંભળવાથી મગજમાંથી લવહોર્મોન તરીે જાણીતા ઓકસિટોસિન હોર્મોન્સના સ્ત્રાવ વધે છે. અને આ હોર્મોન વ્યકતિને સંતોષની લાગણી ફીલ કરાવવામાં મદદરૂપ થાય છે.

જયારે આપણને દુખ થતું હોય અથવા સારું ફિલ ન થતું હોય ત્યારે આપણે સેડ સોંગ સાંભળવા લાગીએ છીએ, પરંતુ જો આપણી નજર બદલાય તો આપણે ખુશ રહી શકીએ છીએ. દુખના સમયમાં આપણે ખુશી આપતું મ્યુઝિક સાંભળીએ તો આપણે ખુશ રહી શકીએ છીએ.

લંડનના રિસર્ચરોનું કહેવું છે કે આપણે કેવા પ્રકારનું સંગીત સાંભળીએ છીએ તેની અસર આપણી જિંદગીના દ્રષ્ટિકોણ પર પણ પડે છે. જો તમે વાયબ્રન્ટ ટ્યૂનવાળું મ્યુઝિકસાંભળશો તો તમને તમારી આસપાસની દુનિયા વધુ સારી અને રંગીન અને હકારાત્મક દેખાશે.

You might also like