લોટરી-સટ્ટામાં FDIની છૂટ આપવાની માગ

મુંબઈઃ રમતગમતની પ્રવૃત્તિનાં પ્રમોશન માટે કામ કરતાં ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશને લોટરી, સટ્ટો અને જુગારમાં સીધું વિદેશી મૂડી રોકાણની છૂટ આપવાની માગણી કરતો પત્ર વાણિજય અને ઉદ્યોગ વિભાગને લખ્યો છે. એક બાજુ વૈશ્વિક સ્તરે આવી પ્રવૃત્તિઓની કાયદેસરતા વધી રહી છે. તો બીજી બાજુ ભારતમાં હજુ સુધી તેને ગેરકાયદે ગણવામાં આવે છે. રમત જગતનો આ ઉદ્યોગ કરોડો લોકોને મનોરંજન પૂરું પાડે છે. હાલની એફડીઆઈની નીતિ મુજબ જુગાર અને સટ્ટાના સેકટરમાં ફ્રેન્ચાઈઝી, ટ્રેડમાર્ક, બ્રાન્ડ નેમ સહિત કોઈપણ પ્રકારનું ફોરેન ટેકનોલોજીથી જોડાણ પ્રતિબંધિત છે.

ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશને વાણિજય અને ઉદ્યોગ વિભાગને પત્ર લખી જણાવ્યું છે કે ૨૬ ટકા ફોરેન ઈક્વિટી ભાગીદારીની અને વિદેશી કંપનીઓને ટેકનિકલ બાબતનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. તેવી માગ કરવામાં આવી છે. આ પ્રકારની મંજૂરી મળે તો દેશમાં એક અંદાજ મુજબ રૂ.૧૦ હજાર કરોડથી વધુનું રોકાણ આવે તેવી શક્યતા છે. ફેડરેશને વધુમાં જણાવ્યું છે કે, દેશના હિતોને ધ્યાનમાં લઈને એફડીઆઈના પોલિસીમાં નેગેટિવ લિસ્ટમાંથી લોટરી, સટ્ટો અને જુગાર સેકટરને દૂર કરવું જોઈએ.

You might also like