ફોન ખોવાઈ ગયો હોય તો ગૂગલ પર લખો ‘ Find my phone’ અને આ 3 સ્ટેપ્સ ફોલો કરો

સ્માર્ટફોન ખોવાઈ જવાના તમે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. જેમાં ઘણી ઓછી વાર એમ થાય છે કે તમને ખોવાયેલો ફોન પાછો મળી જાય. જોકે, આજના સમયમાં એવી અનેક રીતો છે જેનાથી તમે પોતાનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન શોધી શકો છો, જે ઘણું સહેલું પણ છે.

જો તમે પોતાનો આઈફોન ખોઈ બેસો તો એને શોધવો આસાન હોય છે એના માટે તમે ‘ફાઈન્ડ માઇ આઇફોન’ એપની મદદ લઈ શકો છો. જે ઘણી ઉપયોગી એપ છે. એવી જ રીતે જો તમારો એન્ડ્રોઇડ ફોન ખોઈ બેસો તો ગૂગલ પ્લે સ્ટોરથી કોઈ પણ થર્ડ પાર્ટી ફોન ટ્રેકર એપને ઇન્સ્ટોલ કરી શોધી શકો છો.
મોટા ભાગે પોતાના નવા અથવા જૂના એન્ડ્રોઇડ ફોનમાં ઘણા ટ્રેકર એપ્સ ડાઉનલોડ કરીને રાખતા હોય છે. જેને જરૂર પડ્યે ફોનને ટ્રેક કરી શકાય છે. પરંતુ એનાથી તમારા મોબાઇલમાં ઘણી સ્પેસ અને ડેટા ખર્ચ થઈ જતો હોય છે. એન્ડ્રોઇડ યુઝર્સ હવે કોઈ પણ એપ ડાઉનલોડ કર્યા વગર પોતાનો ફોન ખોઈ ગયા પછી શોધી શકો છો.

ફોનમાં હોવી જોઈએ આ એપ્સ
પોતાના ખોવાઈ ગયેલા સ્માર્ટફોનને શોધવા માટે યૂઝર્સે પોતાના ફોનમાં કેટલાક ગૂગલ સેટિંગ્સ કરવા પડે છે. જેમાં નાઉ કાર્ડ્સ, વેબ અને એપ એક્ટિવિટિ ઓપ્શન શામેલ છે. એની સાથે યુઝર્સને ધ્યાન રાખવાનું હોય છે કે લોકેશન રિપોર્ટિંગ ઓપ્શન હાઇ એક્યૂરેસી પર સેટ હોય, લો પર નહિ. એનાથી ફોન આસાનીથી ટ્રેક થઈ શકે છે.

આ રીતે ફોન કરો ટ્રેક
પોતાના ખોવાઈ ગયેલા ફોનને ટ્રેક કરવા માટે નીચે આપેલા ત્રણ સરળ સ્ટેપ્સ ફોલો કરો.

1. સૌથી પહેલા તમે પોતાના ડેસ્કટોપ અથવા લેપટોપ પર વેબ બ્રાઉઝરને ઓપન કરો.

x24-1479968641-xtrack-lost-phone-3-21-1479730791-jpg-pagespeed-ic-rdbsvizenf.jpg.pagespeed.ic.ict4760G_Y

2. બેવ બ્રાઉઝરમાં ગૂગલ એકાઉન્ટમાં લોગઇન કરો જે તમે પોતાના ખોવાયેલા ફોનમાં વાપરતા હતા.

maxresdefault

3. હવે તમારે ગૂગલમાં ટાઇપ કરવાનું છે ‘Finf my phone’ અને તમારું કામ થઈ ગયું સમજો. આમ કરવાથી તમારા ડિવાઇસનું લોકેશન પીનપોઇન્ટ થઈ જશે.

Screenshot_20161124-124117

4. જો તમે સારું પરિણામ મેળવવા ચાહતા હો તો તમને મેપમાં દેખાઈ રહેલા ‘Ring Button’ ના વિકલ્પ પર ક્લિક કરી શકો છો. એનાથી તમારો ફોન જોરથી રિંગ કરશે. જો એ તમારી આસપાસ હશે તો તમને ઘણી મદદ મળશે.

how-use-google-find-my-phone-android-smartphone-tablet-which-models-chrome

You might also like