વજન ઘટે તો હાર્ટબિટ્સ નિયમિત બને

ઓવરવેઈટ દરદીઓ જેમને અવારનવાર અનિયમિત હૃદયના ધબકારાની તકલીફ થાય છે તેઓ જો મેડિકલ સારવારની સાથે વજન ઉતારવાનું મિશન પણ હાથ ધરે તો હૃદયના ધબકારાની નિયમિતતામાં સુધારો થાય છે. એટલું જ નહીં, ફરીથી અનિયમિત ધબકારાની સમસ્યા થવાનું જોખમ પણ ઘટી જાય છે.

અામ તો અા અભ્યાસનું તારણ એક કોમન સેન્સ પર અાધારિત છે, પણ અા બાબતે જાગૃતિ અાવે તો એનાથી ઈરેગ્યુલર હાર્ટબીટ્સની સમસ્યાની સારવારમાં ઘણો ફાયદો થાય. અનિયમિત ધબકારાને રિધમમાં લાવવા માટે લેટેસ્ટ અને એડ્વાન્સ્ડ ટેક્નોલોજીઓનો ઉપયોગ થતો હોવા છતાં લગભગ ૩૦ ટકા દરદીઓમાં સારવાર પછી ફરીથી ઊથલો મારતો હોવાનું જોવા મળ્યું છે અને ફરીથી એ જ સારવાર કરાવવી પડે છે. અાવું થાય ત્યારે દરદી અને ડોક્ટર બન્ને માટે પ્રક્રિયા કોમ્પ્લેક્સ થઈ જાય છે.

You might also like