હરિબાપાએ કરેલ દેહત્યાગની આગાહીનો દાવો પડ્યો ખોટો

જામનગરના જામવંથલીમાં સ્વામિનારાયણ મંદિરે હરિબાપા દેહત્યાગ કરવાની વાત કરી હતી. ત્યારે તેમણે આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેઓ દેહત્યાગ કરવાના હતા. તેમણે કરેલ દાવો પોકળ સાબિત થયો હતો. હરિબાપાએ કહ્યું કે, સપનામાં ભગવાને આવીને તેમને સાથે આવવા આદેશ કર્યો છે. પ્રસાદી ભવન મહોત્સવમાં ખુદ હરિબાપાએ આ જાહેરાત કરતા ભાવિકોના ટોળા જામવંથલી ગામે ઉમટયા છે.

રાજકોટના જામ-વંથલીના સ્વામીનારાયણ સંપ્રદાયના ભગત હરિબાપાએ દાવો કર્યો છે કે,એટલે કે 24 એપ્રિલે સાંજે પાંચ વાગે ભગવાન સ્વામીનારાયણ પોતે તેમને લેવા માટે આવશે તેવી આગાહી કરતા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

http://sambhaavnews.com/woman-after-snake-bite-kept-inside-dung-died-bulandshahr/

તેમના દાવા મુજબ ભગવાન વારંવાર તેમને મળવા આવતા હોય છે અને થોડા સમય પહેલા ભગવાને તેઓને દિવ્યરૂપે દર્શન આપી પરમધામ એટલે કે સ્વર્ગના દર્શન કરાવ્યાં હતા. હરિબાપાએ આ દાવો ફૂલવાડી મંદિરે પ્રસાદી ભવને મહોત્સવના સમાપન વખતે કર્યો હતો.

આ સાથે તેમણે વધુમાં જણાવેલ કે,ભગવાને મને અંગત રીતે આવીને કહ્યું કે મારે તમારી અક્ષરધામમાં જરૂર છે અને એટલે 24 એપ્રિલ સાંજે હું આપને લેવા ખુદ આવીશ. આ ઘટના મામલે કેટલાય તર્ક-વિતર્કો થવા પામ્યા હતા.જો કે સમભાવ આ વાતને કોઇ સમર્થન આપતું નથી.

You might also like