ગંગાધર શંકરઃ શિવ કેમ કહેવાયા?

શિવજીએ પોતાની જટામાં ગંગાને ઝીલી લીધાં છે. ભારતીય સંસ્કૃતિમાં ગંગાનું એક વિશિષ્ટ સ્થાન છે. ભગવાન શંકરે ગંગાને પોતાની જટામાં ધારણ કરી છે તે શું બતાવે છે? ગંગાની વિશિષ્ટતા શું છે?
ગંગાનાં પાણીમાં એવી કેટલીક વિશિષ્ટતાઓ છે જે દુનિયાની બીજી કોઇ નદીનાં પાણીમાં નથી. ગંગાની પાસે વહેતી નદીઓનાં પાણીમાં પણ નથી. અને તેથી જ હિંદુઓનાં મોટાં ભાગનાં તીર્થો ગંગાનાં કાંઠે આવેલાં છે. તીર્થ એટલે ઘાટ. જે સ્થળેથી અનંત પરમાત્માના અસીમ જલસાગરમાં ઊતરી શકાય તેવો ઘાટ એટલે તીર્થ. ગંગાના માધ્યમથી ભગવાનની પ્રાપ્તિ થઇ શકે તેટલી શક્તિશાળી અને પુણ્યશાળી ગંગા છે. જેેનાથી ભગવતપદની પ્રાપ્તિ થઇ શકે તે ગંગા. અને તેથી આ ગંગા ભગવાન શંકર મસ્તક પર ધારણ કરી છે.
ગંગાનાં પાણીને વર્ષો સુધી રાખી મૂકીએ તો તે સડતું નથી. બીજા બધાં પાણી થોડા સમયમાં જ સડી જાય છે. બીજાં બધાં પાણી ક્ષીણ અને નષ્ટ થાય છે. પરંતુ ગંગાનું પાણી અજર અને અમરનું પ્રતીક છે.
બીજી કોઇ પણ નદીના પાણીમાં જો મૃત લાશ નાખવામાં આવે તો તે નદીનું પાણી ગંદુ અને દૂષિત થાય છે. ગંગા નદીમાં લાશને વહેતી મૂકવામાં આવે તો તે લાશને કારણે તેનું પાણી દૂષિત થતું નથી. બીજું, હાડકાં પાણીમાં ઓગળતાં નથી. પણ ગંગાનાં પાણીમાં હાડકાં ઓગળી જાય છે. ગંગા શરીરને પૂરું પચાવી જાય છે. શરીર પંચત્વમાં જલદી લીન થઇ જાય છે. તેથી જ ગંગામાં મૃત લાશને વહેતી મૂકવાનો લોકો આગ્રહ રાખતા. ગંગાના સંપર્કથી શરીર પંચમહાભૂતોમાં ઝડપથી ભળી જાય છે, જ્યારે બીજી પ્રથામાં સમય વધુ જાય છે. જયારે બીજી પ્રથામાં સમય વધુ જાય છે. ગંગાનું આમ સૃષ્ટિની ઉત્પત્તિના મૂળભૂત પંચમહાભૂતો સાથેનું અલૌકિક ‘ટયુનિંગ’ છે. આ મહત્વ આપણા ઋષિ મુનિઓને સમજાયું હતું અને તેથી જ ભગવાન શંકરના મસ્તક ઉપર ગંગાનું અવતરણ થયું છે. શિવજીના મસ્તકની ગંગાએ જ્ઞાનગંગાનું પ્રતીક છે. શિવજી જ્ઞાનના રાણા છે તેથી તેમના મસ્તક પર જ્ઞાનના પ્રતીકરૂપ આ ગંગા બિરાજમાન છે.
ભગવાન શંકરનાં દર્શન કરતી વખત ભગવતપદને પ્રાપ્ત કરાવવા સમર્થ આ ગંગા માતા પાસેથી, જીવનની ધારા પ્રભુ મસ્તક પર ધારણ કરે તેવી બનાવવાની પ્રેરણા લઇએ.

You might also like