મોદીની સરમુખત્યારશાહીના કારણે ભગવાન રામે પણ મોદીનો માસ્ક પહેરવો પડશે : રાહુલ

ઋષીકેશ : ઉતરાખંડના ઋષીકેશમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે સભાસંબોધી હતી. જેમાં મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ચરખા વિવાદ અંગે બોલતા રાહુલે કહ્યું કે હવે એવા દિવસો આવશે કે રામલીલામાં ભગવાન રામ પણ મોદીનો માસ્ક પહેરીને આવશે. મોદીએ એવી વ્યક્તિ છે જે ઇચ્છે છે કે માત્ર માત્ર તેને જ માનવામાં આવે. બાકી બધાને ભુલી જવામાં આવે. નાટકીય રીતે રાહુલે પોતાનો ફાટેલ કુર્તો બતાવીને કહ્યું કે જે ગરીબોનાં નામે રાજનીતિ કરે છે તેનુ કપડુ ક્યારે પણ ફાટેલું નથી હોતું. તે 16 લાખનો સુટ પહેરીને અપટુડેટ રહે છે. કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ હાથ દરેક ધર્મમાં પ્રતિબિંબિત થાય છે.

પોતાના સંબોધનમાં રાહુલે કહ્યું કે, ગાંધીજીની તસ્વીર હટાવીને મોદીજીએ પોતાની ચરખો ચલાવતી તસ્વીર મુકી. પોતે ચરખાના અને ખાદીના પ્રતિનિધિ બની ગયા. મંત્રીઓ કહે છે કે મોદી ગાંધીજી કરતા પણ મોટી બ્રાન્ડ છે. જે વ્યક્તિએ દેશ માટે છાતી પર ત્રણ ગોળી ખાધી તેને મોદીએ હટાવી દીધા. આવતા વર્ષે રામલીલામાં ભગવાન રામ પણ મોદીનો માસ્ક પહેરીને જ આવશે. મોદી ઇચ્છે છે કે દેશ પર માત્ર એક જ વ્યક્તિનું રાજ હોય.

રાહુલે કહ્યું કે મોદીની છબી અને કામમાં વિરોધાભાસ છે. 15 લાખનો સુટ અને ચરખો બંન્ને વિરુદ્ધ દિશાના સિમ્બોલ છે. ચરખો ગરીબોના લોહી પરસેવાનુ નિશાન છે. રાહુલે નાટકીય રીતે કુર્તો દેખાડતા કહ્યું કે મારો કુર્તો ફાટી ગયો છે મને કોઇ ફરક નથી પડતો પરંતુ મોદીજીનું કપડુ ક્યારે પણ નહી ફાટેલું હોય. છતા તેઓ ગરીબોની રાજનીતિ કરે છે.

રાહુલે કહ્યું કે આ સિંહોનો દેશ છે અહીં કોએ ડરવાની જરૂર નથી. જે દેશનાં ઝંડાને લહેરાવે છે તેમને કોઇનાથી ડરવાની જરૂર નથી. આઝાદીનાં 52 વર્ષ સુધી નાગપુરનાં આરએસએસના મુથ્ય મથક પર તિરંગો નહી પરંતુ ભગવો ઝંડો ફરકતો હતો. કોંગ્રેસના 15 હજાર કાર્યકરોઓએ ઝંડા સાટે જીવ ખોયો હતો. આરબીઆઇને કોંગ્રેસે મજબુત સંસ્થા બનાવી ભાજપે આવતાની સાથે જ તેને તોડી નાખી. નોટબંધીના આગલા દિવસે આરબીઆઇને પત્ર મળ્યો કે મોદીજી નોટ બંધ કરી રહ્યા છે. દેશી આર્થિક આત્માને એક મિનિટમાં મારી નાખવામાં આવી.

You might also like