અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા, જગતના નાથ નગરચર્યાએ….

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 141 રથયાત્રા નીકળી છે. આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર સાથે નગરચર્યા નિકળ્યાં છે. ત્યારે વહેલી સવારે ભગવાન જગન્નાથની આરતી થઇ હતી. રથયાત્રામાં બપોરે મોસાળ સરસપુર ખાતે પહોંચશે.

જના ભાગરૂપે સરસપુરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે ત્યારે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જેમાં 25 હજાર જેટલા પોલીસના જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. આ સાથે ડ્રોન દ્વારા પણ રથયાત્રા પર નજર રાખવામાં આવશે. ભગવાન જગન્નાથજીની આજે 141 રથયાત્રા નીકળી રહી છે ત્યારે મંદિરે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

You might also like