ભગવાન જગન્નાથજી નિજ મંદિર પરત ફર્યા, ધામધૂમથી કરાઇ આરતી

ભગવાન જગન્નાથજી આજે બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે નિજ મંદિરે પરત ફર્યા છે. હજારો લોકોની હાજરીમાં આજે ભગવાનનું સ્વાગત કરાયું. ધામધૂમથી આરતી થઇ. ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાયો. મેયર બીજલબહેન પટેલના હસ્તે મંદિર પર ધ્વજારોહણ કરાયું.


આરતીમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા. ત્યાર બાદ વિશિષ્ટ પૂજા અને નેત્રોત્સવ વિધિ યોજાઇ હતી. પ્રભુ મંદિરમાં પરત ફર્યા તેની ખુશીમાં આજે કાલી રોટી ધોળી દાળનો ભંડારો યોજાયો હતો.

૨,૫૦૦થી વધુ સાધુ સંતોએ આ પ્રસાદ ગ્રહણ કર્યો. ઉપરણાંથી તેમનું સન્માન કરાયું. આજે સવારથી જ અહીં મોટી સંખ્યામાં ભક્તો પોતાના વહાલા ભગવાનના દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.•

You might also like