ભગવાન જગન્નાથની જળયાત્રા, સંતો-મહંતો સાથે ભાવિક ભક્તો જોડાયાં

અમદાવાદમાં આવેલ જમાલપુર ખાતે જગન્નાથજી મંદિરથી જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. જ્યારે બીજી તરફ આગામી 14મીને લઇને રથયાત્રા માટે પણ તડામાર તૈયારી ચાલી રહી છે.

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ જળયાત્રા ભગવાન જગન્નાથની રથયાત્રાનો જ એક ભાગ છે. જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળીને સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરા સુધી પૂર્ણ થશે.

સાબરમતી નદીમાંથી 108 કળશમાં નદીનું જળ ભરીને મંદિરમાં લવાશે. ઉલ્લેખનીય છે કે, આ જળયાત્રામાં સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં ભકતો જોડાશે. આ સિવાય મંદિરેથી હાથી અને ધજા તથા પતાકાધારી ભ~તો પણ ઉમટશે. સોમનાથ ભૂદરના આરાએ જળયાત્રા પૂર્ણ થશે અને ગંગાપૂજન બાદ ગજવેશ શણગારના દર્શન ભકતો કરી શકશે.

ઉલ્લેખનીય છે કે 14 જુલાઇના રોજ ભગવાન જગન્નાથ નગરચર્યા કરવા નીકળશે જેમાં તેમની સાથે ભાઇ બલરામ અને બહેન શુભદ્રાજી પણ હશે. આ રથયાત્રા અગાઉ દર વર્ષની જેમ આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

You might also like