રથયાત્રા પહેલા પ્રભુ પડ્યાં બીમાર, જગન્નાથની ચાલી રહી છે સારવાર

પ્રભુ પ્રત્યે અતૂટ પ્રેમ અને વિશ્વાસનું આનાં કરતા સૌથી ઉત્તમ ઉદાહરણ તમને કદાચ બીજે ક્યાંય નહીં મળે. ભક્ત પોતાનાં પ્રભુને બીમાર માનીને એક નાના બાળકની જેમ તેઓની સેવા કરે છે. તેઓને દેશી વસ્તુઓથી બનેલ ઉકાળો પીવડાવવામાં આવે છે.

આ સમયે તેઓને ચટપટી ચીજ વસ્તુઓ નહીં પરંતુ માત્ર મૌસમી ફળ અને પરવળનો જ્યૂસ આપવામાં આવે છે. 15 દિવસનાં ઉપચાર બાદ ભગવાન જગન્નાથ સ્વસ્થ થાય છે અને પોતાનાં ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાની સાથે પોતાની રોહિણીજીને ત્યાં ભેટવા જાય છે.

જેઠ મહિનાની પૂર્ણિમાથી લઇને અમાસ સુધી પોતાનાં પ્રભુને બીમાર માનીને એક બાળકની જેમ તેઓની સેવા કરવામાં આવે છે. આ દરમ્યાન મંદિરનાં દરવાજા બંધ રહે છે અને ભગવાનને માત્ર ઉકાળો જ ભોગરૂપે આપવામાં આવે છે. આપ વિચારી રહ્યાં હશો કે શું વળી જગતનાં પાલનહાર કહેવાતા એવા ભગવાન તો કંઇ બીમાર પડી શકતા હોય. તો આવો અમે તમને જણાવીએ છીએ….

ભગવાનનાં બીમાર પડવા પાછળ આખરે શું છે પૌરાણિક કથા?
પુરાણોમાં એવું દર્શાવવામાં આવેલ છે કે રાજા ઇંદ્રદુયમ્ન પોતાનાં રાજ્યમાં ભગવાનની પ્રતિમા બનાવી રહ્યાં હતાં. તેઓએ જોયું કે શિલ્પકારે તેઓની પ્રતિમાને અડધેથી છોડીને જતા રહેલ છે. ત્યારે આ જોઇને રાજા વિલાપ કરવા લાગે છે. ભગવાનને ઇંદ્રદ્રુયમ્નને દર્શન દઇને કહ્યું કે,”વિલાપ ન કરો. મેં નારદજીને વચન આપેલ છે કે બાળરૂપમાં આ જ આકારમાં પૃથ્વીલોક પર બિરાજીશ.” ત્યારે તત્કાલીક ભગવાને રાજાને એવો આદેશ આપ્યો કે 108 ઘાટનાં જળથી મારો અભિષેક કરવામાં આવે. ત્યારે જેઠ માસની પૂર્ણિમા હતી.

ત્યારથી એવી માન્યતા ચાલી રહી છે કે કોઇ પણ બાળકને જો કુંડનાં ઠંડા પાણીથી જો સ્નાન કરાવવામાં આવશે તો બીમાર પડશે તે તો આવશ્યક છે. જેથી ત્યારે પ્રભુને બીમાર માનીને જેઠ માસની પૂર્ણિમાથી અમાસ સુધી ભગવાનની બીમાર બાળકનાં રૂપમાં સેવા કરવામાં આવે છે.

આ વર્ષે જેઠ માસની પૂર્ણિમા 27 જૂનનાં રોજ હતી. જ્યારથી પ્રભુને બીમાર માનીને એમની સારવાર ચાલી રહી છે અને 14 જુલાઇનાં રોજ રથયાત્રાનાં એક દિવસ પહેલાં તેઓ સ્વસ્થ હોય છે. ત્યારે તેઓને મંદિરનાં ગર્ભ ગૃહમાં પરત લાવવામાં આવે છે. 14 જુલાઇનાં રોજ ભગવાન જગન્નાથ પોતાનાં ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે પોતાની માસી રોહિણીને મળવા ગુંડીચા મંદિર મોકલે છે.

ભગવાનનાં ગુંડીચા મંદિરમાં આવવા પર અહીં ઉત્સવો અને સાંસ્કૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં અલગ અલગ પ્રકારનાં પકવાનથી પ્રભુને ભોગ ધરાવવામાં આવે છે. ભગવાન અહીં 7 દિવસ સુધી રહે છે અને ત્યાર બાદ પરત પોતાનાં મંદિરમાં આવી જાય છે.

You might also like