‘મેક-ઇન-ઇન્ડિયા’ નો જાદૂ, આ કંપનીએ આપ્યો ભારતમાં F-16 લડાકૂ વિમાન બનાવવાની ઓફર

અમેરિકાની એયરોસ્પેસ કંપની લોકહીડ માર્ટિનએ F-16 ફાઇટર પ્લેન અને જેટ્સના વિર્માણ માટે ભારતમાં મેન્યુફેક્ચરિંગની રજૂઆત કરી છે. સેનાથી જોડાયેલા એક ઉચ્ચ અધિકારીએ આ જાણકારી આપી.

અમેરિકી રક્ષા દિગ્ગજ અને સ્વીડનની સાબ ભારતીય સેના માટે 100 એકલ એન્જીન જેટ વિમાનોથી લેસ કરવા માટે તૈયાર છે. જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મેક-ઇન-ઇન્ડિયા’ યોજના હેઠળ એને ભારતમાં તૈયાર કરવામાં આવશે.

F-16ના વ્યવસાયનું નેતૃત્વ કરનાર રાન્ડેલ એલ હાવર્ડએ કહ્યું કે લોકહીડ ભારતને એકમાત્ર F-16 ઉત્પાદન કેન્દ્ર બનાવવાની તૈયારી કરી રહ્યું છે, આ ઉત્પાદન કેન્દ્રથી ભારત માટે તો પ્લોનનું નિર્માણ થશે જ પરંતુ સાથે સાથે અન્ય દેશો માટે પણ થશે.

You might also like