વિજય માલ્યાને પણ શરમાવે તેવા દેશનાં ટોપ-10 ડિફોલ્ટર

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ડુબી ચુકેલા નાણાની સમસ્યાનાં ઉકેલ માટે ભારતીય રિઝર્વ બેંકને વધારે અધિકારો આપવા માટેનાં બેકિંગ અધ્યાદેશને મંજુરી આપી છે. આ સાથે જ બેંકિંગ રેગ્યુલેશન કાયદામાં મોટો ફેરફારની શક્યતા છે.
બેંકિંગ રેગ્યુલેશન એક્ટનાં સેક્શન 35માં બે નવા પ્રાવધાન જોડવામાં આવ્યા છે. એક પ્રાવધાન હેઠળ આરબીઆઇને આ અધિકાર આપવામાં આવ્યો છે કે તે બેંકનાં ડિફોલ્ટર વિરુદ્ધ ઇન્સોલ્વન્સી એન્ડ બેકરપ્સી કોડનાં હેઠળ કાર્યવાહી કરે.
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બિન પસંદગી પામેલી અસ્તિઓની સમસ્યાને ઉકેલવા માટે બૈંકિંગ નિયમન કાયદામાં સંશોધન માટેની મંજુરી આપી હતી. નાણા સચિવ અશોક લવાસાનું કહેવું છે કે બેંકિંગ કાયદાવામાં પ્રસ્તાવિત ફેરફારોથી ફસાયેલા નાણા એટલે કે એનપીએની સમસ્યાને પ્રભાવી રીતે ઉકેલવામાં મદદ મળશે.
આ છે દેશનાં 10 સૌથી મોટા ડિફોલ્ટર્સ
કંપની                                                    નાણા(કરોડ રૂપિયા)
જૂમ ડેવલપર્સ                                       2499
વિન્સડમ ડાયમંડ જ્વેલરી                    2266
ફોરઇવર પ્રીસિયસ જ્વેલરી એન્ડ ડાયમંડ 1395
ડેક્કન ક્રોકિકલ હોલ્ડિંગ                         1394
કિંગફિશર એરલાઇન્સ                          1201
સૂર્ય વિનાઇક ઇન્ડિ                               1102
બેટા નાપતોલ                                      958
ઇન્ડિયન ટેકનોમિક કો.                         724
રજા ટેક્સટાઇલ                                    694
એસ.કુમાર નેશનલવાઇડ                    681

You might also like