લાંબા ગાળાની વીમા પોલિસી ગ્રાહકોને આકર્ષે છે

મુંબઇ: દ્વિચક્રી વાહનો માટે લાંબા સમયગાળાની ઇન્સ્યોરન્સ પોલિસી ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહી છે. પાછલા વર્ષે આ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઓછા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર ત્રણ વર્ષ માટે ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં દ્વિચક્રી વાહનધારકો પ્રાથમિકતા આપી રહ્યા છે. ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ એપ્રિલ ૨૦૧૫માં પ્રથમ લાંબા સમયગાળાની દ્વિચક્રી વાહનોની પોલિસી રજૂ કરી હતી.

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વીમા કંપનીઓને દ્વિચક્રી વાહનોના લાંબા સમયગાળાના એટલે કે વધુમાં વધુ ત્રણ વર્ષ માટે ઇન્સ્યોરન્સ પોલિસી બહાર પાડવાની મંજૂરી આપી હતી.

ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે ઇન્સ્યોરન્સની આ પ્રોડક્ટ ગ્રાહકોને ખૂબ આકર્ષી રહી છે. આ સેગ્મેન્ટમાં પોલિસીનું વેચાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે એક વર્ષની પોલિસીની જગ્યાએ ત્રણ વર્ષની ઇન્સ્યોરન્સ પોલિસી આપવા અમે ડીલરોને સમજાવી રહ્યા છીએ. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી કરાવવી જરૂરી છે.

ઇન્સ્યોરન્સ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે રસ્તાઓ ઉપર ઇન્સ્યોરન્સ લીધા વગર ફરતાં દ્વિચક્રી વાહનોની સંખ્યા પણ વધુ છે. આ સંજોગોમાં એક વર્ષની જગ્યાએ ત્રણ વર્ષની ઇન્સ્યોરન્સ પોલિસી આ ગ્રાહકોને આકર્ષવામાં મદદરૂપ થઇ શકે છે.

You might also like