હીટ ફિલ્મો જેટલું લાંબુ છે દીપિકાના બોયફ્રેન્ડનું લિસ્ટ

મુંબઇઃ દુનિયાભરમાં “માય ચોઇસ”નું રિવોલ્યુશન લાવનારી બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની પસંદ પણ સમય સાથે બદલાતી રહી છે. પોતાના કોન્ફ્યુડન્ટને કારણે તે એક પછી એક સફળતાની સીડીઓ ચઢતી રહી છે. ખૂજ ટૂંકા ફિલ્મી કરીયરમાં તેની એવી ઘણી ફિલ્મો છે કે જે 100 કરોડના બિઝનેસને પાર કરી ચૂકી છે. ઇન્ડસ્ટ્રિમાં તેની હિટ ફિલ્મોની સંખ્યા જેટલી છે કદાચ તેટલીજ તેના બોયફ્રેન્ડ્સની પણ રહી છે. હાલ ભલે તે રણવીર સિંહને ટેડ કરી રહી હોય પણ તેના પહેલા ઘણા પુરૂષો દીપિકાની જીવનમાં આવીને જતા રહ્યાં છે.

રણવીર કપૂરઃ કપૂર ખાનદાનના રણવીર કપૂર પણ આ સુંદર અભિનેત્રીની અદાઓથી અંજાઇ ગયા હતા. બંનેએ પોતાના સંબંધો મીડિયામાં ખૂલીને જાહેર કર્યા હતા. ફિલ્મ “બચના એ હસિનો”ના સેટ પરથી તેમની લવ સ્ટોરી શરૂ થઇ હતી. એક એવોર્ડ ફંક્શનમાં રણવીરે દીપિકાને પ્રપોઝ કર્યું હતું. લગભગ ત્રણ વર્ષ સુધી તેઓ એકબીજાને ડેટ કરતા હતા છે.

નિહાર પંડ્યાઃ સૂત્રો પ્રમાણે નિહાર મુંબઇમાં દીપિકાનો પહેલો બોયફ્રેન્ડ હતો. વર્ષ 2005માં બંને એક સાથે એક્ટિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને તેમની મિત્રતા પ્રેમમાં પરિણામી હતી. તેમની વચ્ચે પણ ત્રણ વર્ષ સુધી સંબંધ રહ્યાં હતા.

સિદ્ધાર્થ માલ્યાઃ સિદ્ધાર્થ માલ્યા અને દીપિકાના સંબંધો આઇપીએલની મેચ દરમ્યાન લોકોની સામે આવ્યા હતા. આ બંને વચ્ચે પણ લાંબા સમય સુધી સંબંધો રહ્યાં હતાં.

ઉપેન પટેલઃ વિદેશથી જ્યારે નવો નવો ઉપેન પટેલ ભારત આવ્યો તો તે પણ દીપિકાને પસંદ કરવા લાગ્યો હતો. જોકે આ સંબંધ વધારે લાંબા ચાલ્યા ન હતા.

આ ઉપરાંત સુપર મોડલે મુઝમ્મિલ ઇબ્રાહિમ સાથે પણ દીપિકાનું નામ જોડાયેલું હતું. ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ તેનું ચક્કર ચાલ્યું હતું.

You might also like