લાંબું અાયુષ્ય મેળવવા ઈચ્છતા હો તો લાલ મરચાં તમારા ભોજનમાં સામેલ કરો

અમેરિકાની વરમોન્ટ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે લાલ મરચું ખાવાથી અાયુષ્ય લંબાવી શકાય છે. વાત ભલે થોડી વિચિત્ર લાગે પરંતુ તેને વૈજ્ઞાનિકોએ સમર્થન અાપ્યું છે. સંશોધકોનું કહેવું છે કે ઓવરઓલ મૃત્યુદર અને તેમાંય ખાસ કરીને હાર્ટડિસિઝ તથા સ્ટ્રોકના કારણે થતાં મૃત્યુમાં લાલ મરચાં ખાનારા લોકોને ૧૩ ટકા ઓછું જોખમ હતું. નિયમિત રીતે જે લોકો લાલ મરચાં અારોગતા હતા તેમનામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. લાલ મરચાંમાં રહેલું કેપ્સિસિન નામનું તત્ત્વ ઓબેસિટી ઘટાડે છે અને બ્લડફ્લો વધારે છે.
http://sambhaavnews.com/

You might also like