લાંબું જીવવું હોય તો ઓફિસમાં બેસવાના અાઠ કલાકમાંથી ૭૧ મિનિટ ઘટાડી દો

ટેબલ-ખુરશીમાં બેસીને કામ કરતા લોકો માટે લંડનના રિસર્ચરોએ એક નવો અને અારોગ્યપ્રદ નુસખો અાપ્યો છે. ઓફિસમાં અાઠ કલાક સુધી બેસી રહેવાના બદલે ૭૧ મિનિટ જેટલો બેસવાનો ટાઈમ ઘટાડવામાં અાવે તો બેઠાડુ જીવના કારણે થતી ડાયાબિટીસ, ઓબેસિટી અને હાર્ટડિસિઝ જેવા રોગોનું જોખમ ઘટે છે. ડેનમાર્કની યુનિવર્સિટીના સંશોધકોએ ૧૯ અલગ અલગ ઓફિસના ૩૧૭ કર્મચારીઓ પર પ્રયોગ કર્યો. ઓછો સમય બેસવાના પ્રયોગના પહેલા અને ત્રીજા મહિનાના અંતે જાણવા મળ્યું કે રોજ બેસવાની ૭૧ મિનિટ ઘટાડવામાં અાવે તો લાઈફટાઈમ ડિસિઝમાં હકારાત્મક પરિવર્તન અાવે છે અને શરીર નિરોગી રહે છે.

You might also like