લંડનની આ ગગનચુંબી ઇમારતના આકારને લઈને ઊઠ્યા છે સવાલો, જાણો કેમ . . .

લંડનમાં એક અજીબ આકારની ઇમારત બની રહી છે. લંડનના સૌથી ઊંચા સ્કાયક્રિપર ગણાતી આ બિલ્ડિંગમાં સૌથી ઊંચો રેસિડેન્શિયલ ટાવર હાલ કંઈક અલગ જ કારણને લીધે ચર્ચામાં છે. 235 માળના સ્પાયર લંડન નામના આ ટાવરના ચર્ચામાં આવવાનું કારણ છે તેની વિચિત્ર ડિઝાઈન. નીચેથી જોવામાં સ્પાયર લંડનની ડિઝાઈન કોઈ અન્ય ટાવર જેવી જ લાગે છે, પરંતુ તેનો ટોપ વ્યૂ કંઈક અલગ જ છે, અને તે જ તેનું ચર્ચામાં આવવાનું કારણ પણ છે.

આપને કદાચ જાણીને નવાઈ લાગશે કે, આ ટાવર ટોપ વ્યૂ પરથી પુરુષના લિંગ અને ટેસ્ટિકલ્સ જેવી દેખાય છે. 800 મિલિયન પાઉન્ડ એટલે કે, લગભગ 65 અબજ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ બિલ્ડિંગ ચાઈનીઝ કંપની ગ્રીનલેન્ડ ગ્રુપ બનાવી રહી છે. 2020 સુધી તૈયાર થનારી આ બિલ્ડિંગની ગણના હાલ વેસ્ટ યરોપના સૌથી ઊંચા રેસિડેન્શિયલ ટાવર તરીકે થઈ રહી છે.

આ બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત 5.95 લાખ પાઉન્ડ એટલે કે, 4.80 કરોડ રુપિયાની આસપાસ રહેશે. તેમાં પૂલ, જીમ, સિનેમા તેમજ કોકટેલ બારની પણ સુવિધા રાખવામાં આવી છે. આ બિલ્ડિંગમાં કુલ 765 લક્ઝરી ફ્લેટ્સ હશે.

You might also like