લંડનને વિશ્વનું સૌથી સારું ચાલવાલાયક શહેર બનાવવાની તડામાર તૈયારીઓ

લંડન: બ્રિટનની રાજધાની લંડનને વિશ્વનું સૌથી સારું ચાલવાલાયક શહેર બનાવવાની દિશામાં હાલ તડામાર તૈયારી ચાલી રહી છે. આ માટે લંડનના મેયર સાદીક ખાનની ટીમે ગત સપ્તાહમાં વોકિંગ એકશન પ્લાન બનાવવાની શરૂઆત કરી દીધી છે. તેનું મુખ્ય લક્ષ્ય ૨૦૨૪ સુધીમાં દરરોજ લાખો લોકોને પગપાળા ચાલવા માટે પ્રોત્સાહિત કરવાનો છે તેમજ આ માર્ગ પર લાખો કાર પણ દોડાવી શકાય તેવું આયોજન કરવામાં આ‍વી રહ્યું છે.

આ નવી યોજના હેઠળ રોડ પર આરામથી ચાલવા માટે તેને અનુકૂળ બનાવવામાં આ‍વશે. આ ઉપરાંત તેની ડિઝાઈન પણ બનાવવામાં આ‍વશે.લંડનના વોકિંગ એન્ડ સાઈકલિંગ કમિશનર વિલ નોર્મનના જણાવ્યા અનુસાર લંડનવાસીઓ માટે પગપાળા ચાલવા માટે માર્ગને સરળ બનાવવા માટે પહેલ કરવામાં ‍આવી છે, જેના કારણે લોકો તેમના ઘર સુધી કાર પણ લઈ જઈ શકે. તેના કારણે વાયુ પ્રદૂષણનો સામનો કરવામાં મદદ મળી શકશે અને લોકોનું સ્વાસ્થ્ય પણ વધુ સારું રહેશે.

શહેરના પ્રશાસન, ગ્રેટર લંડન ઓથો‌રિટી (જીએલએ)એ અભ્યાસ બાદ માર્ગદર્શક આપવામાં આ‍વ્યું હતું કે જો દરેક લંડનવાસીઓ એક દિવસમાં ૨૦  મિનિટ સાઈકલનો ઉપયોગ કરે અથવા ૨૫ વર્ષમા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએચએસ) માટે ખર્ચ થનારા અનેક અરબ પાઉન્ડના ફંડની બચત થઈ શકે છે. તેનાથી ડિપ્રેશન, ડિમેન્શિયા જેવી બીમારી સામે લડવામાં મદદ મળી રહેશે.

નવા ટ્રાફિક સિગ્નલની યોજના
આ યોજના હેઠળ નવી ટ્રાફિક સિગ્નલ ટેકનોલોજીને લાવવાની યોજના છે, જેથી રોડ સુરક્ષા પણ નક્કી કરી શકાય. લંડનના મેયરે ૨૦૧૪ સુધીમાં પગપાળા ચાલવા અને જાહેર ટ્રાન્સપોર્ટની ઉપયોગિતાને ૬૩ થી ૮૦ ટકા વધારવા માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

You might also like