લંડનની મુંબઈ થઈને આવતી ફલાઈટના રોજના ધાંધિયા

અમદાવાદ: અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં વરસાદી વાતાવરણના કારણે ફલાઈટ્સ મોડી પડી રહી છે, જેમાં અમદાવાદ એરપોર્ટ પર અાવતી-જતી દસ ફ્લાઈટ અઢી કલાક સુધી મોડી પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વરસાદી માહોલના કારણે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી જતી-અાવતી ફ્લાઈટને અસર પડી છે, જેમાં લંડનથી મુંબઈ થઈને અાવતી એર ઈન્ડિયાની એઅાઈ-130 અઢી કલાક મોડી પહોંચી હતી, જ્યારે મુંબઈથી અાવતી ઈથિયો‌િપયન એરલાઈન્સની ઈટી-1774 સવા બે કલાક મોડી અાવી હતી તો શારજાહથી અાવતી એર અરેબિયાની જી9-483 એક કલાક અને મસ્કતથી અાવતી સ્પાઈસ જેટની એસજી-62 અને દિલ્હીથી અાવતી વિસ્ટારાની યુકે-959 અને ઈન્ડિગોની 6ઈ-707 ફ્લાઈટ પા કલાક મોડી અાવી હતી.

જ્યારે અમદાવાદથી દુબઈ જતી એમિરેટ્સની ઈકે-539 અડધો કલાક, શારજાહ જતી એર અરેબિયાની જી9-484 સવા કલાક, મુંબઈ જતી એર ઈન્ડિયાની એઅાઈ-614 પોણા બે કલાક અને ઈન્ડિગોની 6ઈ-722 પા કલાક કરતાં વધુ સમય મોડી પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like