લંડનની મેટ્રો ટ્રેનમાં ચાકુથી હુમલો : ૩ ઘાયલ

લંડન : બ્રિટનની રાજધાની લંડનની મેટ્રોમાં એક શખસે ચાકૂ મારીને ત્રણ લોકોને ઘાયલ કરી દીધા હતા. લંડન પોલીસે આ ઘટનાને આતંકવાદી ઘટના માનીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના ઈસ્ટ લંડન મેટ્રો સ્ટેશનની છે. જ્યાં આરોપી શખસે સિરિયાનો બદલોની બૂમો પાડીને ચાકૂબાજી કરી હતી. પોલીસે કહ્યું કે હુમલાખોર સ્ટેશનનાં બહાર જવાના રસ્તેથી ઘુસ્યો હતો. તેણે અંદર આવતા જ લોકોને મોટા ચાકુથી ધમકાવવાનું શરૂ કરી દીધું હતું.

ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી ગઇ અને હુમલાખોર વધુ લોકોને નુકસાન પહોંચાડે એ પહેલા જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. એન્ટી-ટેરરિસ્ટ એકમના ચીફ રિચર્ડ વાલ્ટને કહ્યું, પાલીસને ઈસ્ટ લંડન મેટ્રો સ્ટેશન પર ચાકૂબાજીની ઘટનાની જાણકારી મળી છે. આ ઘટનામાં એક શખસ ગંભીર રીતે જખ્મી થયો છે. અમે આ હુમલાને આતંકવાદી ઘટના માની રહ્યા છીએ. પોલીસે હુમલાખોરને બેહોશીવાળી ગનથી કાબૂમાં કરી લીધો હતો.

સ્કોટલેન્ડ યાર્ડે પ્રારંભિક તપાસ બાદ જણાવ્યું કે હુમલાખોરની ઓળખ હજુ સુધી કરી શકાઇ નથી. તેને લંડનની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. બ્રિટન સિરિયામાં અમેરિકા, ફ્રાન્સ સાથે મળીને ઇસ્લામિક સ્ટેટ પર બોમ્બ વરસાવી રહ્યું છે. ૩ ડિસેમ્બરે બ્રિટિશ રોયલ એરફોર્સે સિરિયામાં પ્રથમ વખત ઇસ્લામિક સ્ટેટ પર બોમ્બ વરસાવ્યા હતા.

You might also like