લંડનમાં મુસ્લિમ નેતાને મેયર બનતા અટકાવવા વિપક્ષોએ વાપર્યું મોદી કાર્ડ

લંડન: દેશમાં મોટાભાગના રાજ્યોમાં પીએમ નરેન્દ્ર મોદીના નામના ચુનાવી કાર્ડની વાત તો સામાન્ય છે પરંતુ શું વિદેશોમાં આવું સંભવ છે. લંડનમાં થઇ રહેલા મેયર ચુનાવના માહોલને જોઇને એવું જ લાગી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ લંડન મેયર ચુનાવ દરમિયાન પણ થઇ રહ્યો છે.

બની શકે છે પહેલા મુસ્લિમ મેયર
લંડન મેયર ચુનાવમાં સ્થાનિક આકારણીઓથી જે ફોટો બહાર આવી રહ્યો છે, તેને એવું માનવમાં આવી રહ્યું છે કે પહેલી વખત કોઇ મુસ્લિમ મેયર બની શકે છે.

ગોલ્ડસ્મિથ કરી રહ્યા છે મોદીના નામનો ઉપયોગ
પાકિસ્તાન મૂળના સાદિક ખાન લંડનના નવા મેયર બની શકે છે. સાદિક ખાનના પ્રતિસ્પર્ધી અને કંજર્વેટિવ પક્ષના નેતા ગલ્ડસ્મિથ પણ લંડનમાં મેયરની રેસમાં છે. તેઓ ચૂંટણી જીતવા માટે મોદીના નામનો ઉપયોગ કરે છે અને હિન્દુ, શીખ અને તમિલોના મત મેળવવા પ્રયાસ કરે છે. ઇંગ્લેન્ડ , સ્કોટલેન્ડ અને વેલ્સમાં ગુરુવારે મિટીંગમાં નક્કી થઇ જશે કે લંડનમાં આગળના મેયર કોણ બનશે.

45 વર્ષના લેબર સાંસદ છે સાદિક ખાન
જો કે મોટાભાગે સંકેત 45 વર્ષના લેબર સાંસદ ખાનની જીત તરફ ઇશારો કરી રહ્યા છે. સાદિકખાન 2005થી ટૂટિંગથી લેબર પાર્ટીના સાંસદ છે. જો તે જીતી ગયા તો એક પૂર્વ બસચાલકનો પુત્ર યૂરપનો સૌથી તાકતવાર મુસ્લિમ નેતા બની શકે છે. આ ઉપરાંત 2009 10માં બ્રાઉનની સરકારમાં સાદિક પરિવહન મંત્રી પણ રહી ચૂક્યા છે. તે બ્રિટનના એવા પહેલા મુસ્લિમ મિનિસ્ટર છે, જે કેબિનટોની બેઠકમાં હાદર રહ્યા છે.

બીજી ચોઇસ માટે કરવામાં આવેલા પોલમાં સાદિક વધારે આગળ નીકળતા જોવા મળી રહ્યા છે. આમાં 60 ટકા લોકો સાદિકના પક્ષમાં છે તો બીજી બાજુ 40 ટકા લોકો ગોલ્ડ સ્મિથના પક્ષમાં છે. ગોલ્ડસ્મિથ તરફથી કરવામાં આવી રહેલા પ્રચારમાં તેમનો ફોટો ભારતીય પીએમ નરેન્દ્ર મોદીના સ્વાગતકર્તાની રીતે બતાવવામાં આવી રહ્યોછે.

ચુનાવ પ્રચારની પુસ્તકોમાં હિન્દુ, શીખ અને તામિલ વોટરોના પ્રમાણે વિષય રાખવામાં આવ્યા છે. આમાં નરેન્દ્ર મોદી, 1984 શીખના તફાનો અને શ્રીલંકાનું ગૃહ યુદ્ધન પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુસ્લિમ એશોસિયેશન ઓફ બ્રિટનનું કહેવું છે કે આવું દેખવું દુખ ભર્યું છે કે કેટલાક ઉમેદવારો સમર્થન મેળવવા માટે ઇસ્લામ અને મુસ્લિમોની વિરુદ્ધ બોલી રહ્યા છે.

You might also like