લંડનની ફાઇવ સ્ટાર હોટલમાં ભીષણ આગ, 120 ફાયર ફાઇટર ઘટના સ્થળે

બ્રિટેનની રાજધાની લંડનની મંડારીન ઓરિએન્ટ હોટલમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી બધી ભીષણ લાગી છે કે તેને બુઝાવવા 120 જેટલા ફાઇર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગ પર કાબૂ મેળવવા માટે 120 ગાડી અને 20 ફાયર એન્જીન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં છે.

આ આગ ઓરિએન્ટ હોટલના 12માં માળે લાગી છે. આ વિસ્તાર લંડનના સૌથી પોશ ગણાતા એરિયામાં આવેલી છે. આ વિસ્તાર મધ્ય લંડનના સૌથી મોંઘા વિસ્તારમાંનો એક છે જ્યાં હેરોડ વિભાગનો પણ સ્ટોર આવેલ છે. જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.

બ્રિટનની રાજધાની લંડનની ફાઈવ સ્ટાર હોટલ મંડારીન ઓરિએન્ડ હોટલના 12માં ભીષણ આગ લાગી છે. હોટલમાં લાગેલી આ આગ એટલી ભયંકર હતી કે ઘટના સ્થળે 120 ફાયર ફાઈટર સહિત 20 ફાયર એન્જિન પણ મોકલવામાં આવ્યા છે.

ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી અકબંધ છે. પરંતુ આગના પગલે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડયા હતા.

તો ફાયરના જવાનોએ હોટલમાં હાજર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. ઉલ્લેખનીય છે કે, લંડનના સૌથી પોશ ગણાતા વિસ્તારમાંની આ એક ખ્યાતનામ હોટલ છે. આ જ વિસ્તારમાં હૈરોડ વિભાગનો સ્ટોર પણ છે.

You might also like