સતત અડધી સદી ફટકારનાર રાહુલે વિશ્વનાથ – સરદેસાઇની અપાવી યાદ

ધરમશાલા : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટમાં લોકેશ રાહુલે અડધી સદી ફટકારી હતી. રાહુલ 60 રન બનાવી આઉટ થયો હતો. રાહુલે હાલમાં ચાલી રહેલી શ્રેણીમાં સતત ચોથી અડધી સદી ફટકારી છે. જ્યારે સીરીઝમાં રાહુલની આ પાંચમી સતત પાંચમી અડધી સદી છે. મતલબ રાહુલે આ શ્રેણીમાં અત્યાર સુધીમાં કોઇ સદી નહી ફટકારતાં પાંચ અડધી સદી લગાવી છે. આમ લોકેશ રાહુલે પૂર્વ ક્રિકેટર દિલીપ સરદેસા અને ગુંડપ્પા વિશ્વનાથની યાદ અપાવી છે. 24 વર્ષના કર્ણાટકના આ ઓપનર બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે 64, 10, 90, 51, 67, 60 રનની ઇનિંગ્સ રમી છે.
શ્રેણીમાં વગર સદીએ પાંચ અડધી સદી કરનાર બેટ્સમેન
1. દિલીપ સરદેસાઇ – ઇંગ્લેન્ડ વિરુધ્ધ, 1963-64
2. ગુંડપ્પા વિશ્વનાથ – ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ – 1977-78
3. લોકેશ રાહુલ વિરુધ્ધ ઓસ્ટ્રેલિયા, 2016-17
ઓપનિંગ બેટ્સમેન તરીકે કોઇ શ્રેણીમાં વગર સદીએ 5 અડધી સદી ફટકારનાર લોકેશ રાહુલ પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
http://sambhaavnews.com/

You might also like