લોકદરબારમાં કોંગ્રેસે રાજ્ય સરકારને રાવણરાજ સાથે સરખાવી

દાહોદ: દાહોદ હરીવાટાકા મુકામે જિલ્લા કોગ્રેસ સમિતી દ્વારા વિપક્ષનેતા શંકરસિહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિહ સોંલકીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. લોક દરબારમાં ઉપસ્થિત કાર્યકરો અને જનતાને સંબોધન કરતા કોંગ્રેસના મહાનુભવોએ આકરા પ્રહાર કર્યા હતા.

ગુજરાત સરકારને લૂટારૂ, ભ્રષ્ટાચારી અને કમળો થયેલી રાવણરાજ સરકાર સાથે સરખાવી હતી. રામ રાજ્યની વાત કરતી રાવણરાજ સરકારને ખસેડવાની તેમજ દીકરીને 150 કરોડની જમીન આપવાની અકકલવાળી સરકારને બદલવાની વાત ભરતસિહ સોલકીએ કરી હતી.

અર્જુન મોઢવાડીયાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારના રાજમાં દાહોદથી સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી દારૂ પહોચાડાય છે. પોલીસ સપોર્ટ કરે છે અને હપ્તા ગાંધીનગરના સચિવાયલના અધીકારીઓ સુધી પહોંચે છે.

રાજ્ય સરકાર પર પ્રહાર કરાતા વિપક્ષના નેતા શંકરસિહ વાઘેલાએ જણાવ્યુ કે 20 વર્ષથી સરકારમાં બેઠા હોય તો ગામડા નંદનવન હોવા જોઈએ, સરકારે પીવાના પાણીના, શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવાનું કોઈ આયોજનો કર્યા નથી, જેમને આયોજન કરવાની પડી નથી તેમના કાન આમળવાની આપણી જવાબદારી છે. તેમજ ઝરણાકાંડ વિશે જણાવ્યુ કે ઝરણા પર હુમલોએ લોકશાહી પર હુમલો છે.

You might also like