નોટબંધી પર પ્રદર્શન કરી રહેલા ધારાસભ્યોને રાષ્ટ્રપતિ, સ્પીકરની કડક ચેતાવણી

નવી દિલ્હી: નોટબંધી બાબતે સતત સંસદના બંને ગૃહમાં વિપક્ષી દળો તરફથી કરવામાં આવેલા હંગામાની વચ્ચે તેમની પર કાર્યવાહી કરવાનો કડક સંદેશ આપવામાં આવ્યો છે. ગુરુવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હંગામા કરી રહેલા ધારાસભ્યોને કહ્યું કે તેમનું આ કૃત્ય સહનશ્કિત કરતાં બહાર છે, તો બીજી બાજુ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતાવણી આપી છે.

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનએ પ્રદર્શન કરી રહેલા સભ્યો પર કડક કાર્યવાહીનો સંકેત આપતાં કહ્યું કે જો વિપક્ષીદળોના સભ્યો પોતાનું વિરોધ પ્રદર્શન રોકશે નહીં અને બોલી રહેલા અન્ય સભ્યો સામે અવરોધ ઊભો કરશે ત્યારે તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

હંગામો મચાવી રહેલા ધારાસભ્યોને સ્પીકરે કહ્યું કે, ‘આ સારું નથી કે કોઇ સભ્યની સામે આવીને કોઇ ત્યાં હંગામો કરે અને એવુ થાય છે. એવામાં હું અન્ય સભ્યોને એવું કહેવા માંગુ છું કે એ લોકો આ દરેક વાતનું ધ્યાન રાખે નહીં તો અમારે કોઇ આકરાં પગલાં લેવા પડે નહીં.’

લોકસભામાં નોટબંધી પર ખૂબ જ હંગામો જોવા મળી રહ્યો છે. જ્યાં વિપક્ષી દળના સભ્યો નારા લગાવીને આ મુદ્દા પર પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં વોટિંગ સાથે ચર્ચા કરવાની માંગણી કરી રહ્યા હતાં.

You might also like