લોકરક્ષક તરીકે પસંદ થનારે ડ્રાઇવર બનવાની તૈયારી રાખવી પડશે

અમદાવાદ: રાજ્યના પોલીસ ખાતામાં હાલમાં પોલીસ કોન્સ્ટેબલ, લોકરક્ષક અને જેલ સિપાઇની ૧૭,પ૩ર ખાલી જગ્યાઓની ભરતી માટે પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી હેઠળ આખરી પસંદગી પામીને નિમણૂક મેળવનાર પોલીસ કર્મીએ હળવાં અને ભારે ફોર વ્હીલરનું પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ ફ‌રજિયાત મેળવી લેવું પડશે. નિમણૂકના પાંચ વર્ષ દરમ્યાન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવનાર પોલીસને જ કાયમી કરવામાં આવશે.

લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષામાં ૧૦ લાખથી વધુ ઉમેદવારે ભાગ લીધો હતો. જેમાંથી હાલમાં ૧,૩૪,૯૪૭ ઉમેદવારની શારીરિક કસોટી માટે પસંદગી કરાઇ છે. આગામી જાન્યુઆરી માસમાં નવ જુદા જુદા જિલ્લામાં ઉમેદવારની શારીરિક પરીક્ષા લેવાશે. ત્યારબાદ ૧૭,પ૩ર કર્મચારીની પોલીસ કોન્સ્ટેબલ, લોકરક્ષક અને જેલ સિપાઇ માટે આખરી પસંદગી કરવામાં આવશે.

આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન અને વડોદરા રેન્જ આઇજી જી.એસ. મલિકે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ નિર્ણય ફરજિયાત કરાયો છે. ક્યારેક ઇમર્જન્સીમાં કોઇ વાહન ચલાવવાની જરૂર પડે તો આ કર્મીઓ જે તે સમયની ડ્રાઇવિંગ અંગેની મુશ્કેલીઓ દૂર કરી શકે તેમને ડ્રાઇવર નહીં બનાવાય પરંતુ ડ્રાઇવિંગ કરવું પડે તો તેમણે સહકાર આપવો પડશે.
http://sambhaavnews.com/

You might also like