લોઢા કમિટી અંગે અનુરાગ સુપ્રીમમાં ખોટુ બોલ્યા : અમિક્સ ક્યૂરી

ચેન્નાઇ : લોઢા કમિટીનાં ભલામણોને લાગુ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી રહેલ બીસીસીઆઇને ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં ફરીથી ઝટકો લાગ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ટી.એસ ઠાકુરે કહ્યું કે અનુરાગ ઠાકુર પર કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવામાં આવી શકે છે. અનુરાગ ઠાકુરે જેલ પણ થઇ શકે છે. સુપ્રીમ કોર્ટ અનુરાગ ઠાકુર સહિત ટોપ ઓફિશિયલ્સને હટાવી શકે છે. તેમનાં સ્થાને લોઢા કમિટીની ભલામણ પર અમલ કરતા એક વર્કિંગ કમિટી પેનલની રચના કરી શકે છે. ચુકાદો 2 અથવા 3 જાન્યુઆરીએ આવી શકે છે.

સુપ્રીમ કોર્ટને એમિક્સ ક્યૂરીને પુછ્યું કે શું બીસીસીઆઇ ચીફ અનુરાગ ઠાકુરે કોર્ટની સમક્ષ ખોટા તથ્યો મુક્યા ? એમિક્સ ક્યૂરએ કોર્ટને જણાવ્યું કે અનુરાગ ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં આપેલા શપથપત્રમાં ખોટુ કહ્યું હતું કે તેમણે બીસીસીઆઇ ચેરમેન સ્વરૂપે શશાંક મનોહર પાસેથી વિચાર લીધો હતો ઠાકુરે સુધારાની પ્રક્રિયામાં અડંગો જમાવ્યો છે. એમિક્સ ક્યૂરીનાં વરિષ્ઠ અધિકારીઓને પદ પરથી હટાવવા માટેની ભલામણ પણ કરી હતી.

અગાઉ બુધવારે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇની રિવ્યુ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે 18 જુલાઇએ બીસીસીઆઇને બીસીસીઆઇને જસ્ટિસ લોઢા કમિટીની ભલામણો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં બીસીસીઆઇએ 16 ઓગષ્ટે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જો કે તે અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

Visit : www.sambhaavnews.com

You might also like